રાહુલ ગાંધીમાં એક સારા પીએમ બનવાના બધા જ ગુણ, પરંતુ...
લોકસભા ચૂંટણી પહેલા એનડીએ વિરુદ્ધ નાના દળો ભેગા થઈને મહાગઠબંધન બનાવવાની કવાયત ચાલી રહી છે.
લોકસભા ચૂંટણી પહેલા એનડીએ વિરુદ્ધ નાના દળો ભેગા થઈને મહાગઠબંધન બનાવવાની કવાયત ચાલી રહી છે. કોંગ્રેસ સાથે ઘણા ક્ષેત્રીય દળો જોડાઈને મોદી સરકાર સામે લડવાની તૈયારી કરી છે. તેમાંથી એક પ્રમુખ દળ રાજદ નેતા અને બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પીએમ પદ માટે એક મોટું નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં એક સારા પ્રધાનમંત્રી બનવાના બધા જ ગુણો છે. તેમને કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ નહીં કરવા જોઈએ.
આ પણ વાંચો: યુપી સિવાય આ રાજ્યોમાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા માટે ભાજપે કરોડો રૂપિયા ખર્ચ કર્યા
તેજસ્વી યાદવે જ્યાં પીએમ પદ ઉમેદવારી માટે રાહુલ ગાંધી વિશે પોતાની મંતવ્ય રાખ્યું. ત્યાં જ બીજી બાજુ તેમને કહ્યું કે નવા પ્રધાનમંત્રી કોણ હશે તેની પસંદગી ચૂંટણી પછી જ થશે. તેનો નિર્ણય મહાગઠબંધનના બધા જ દળો ભેગા મળીને લેશે. તેમને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા માટે ભાજપે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

તેમના ગુણો અને નેતૃત્વ પર સવાલ નહીં
તેમને કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ ચલાવવામાં આવેલા નકારાત્મક અભિયાન પછી પણ પોતાની દયાળુતા સાથે લોકોનું દિલ જીત્યું છે. તેમને ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતે પાર્ટી અને તેમના 69 ટકા મતદારોના મનમાં વિશ્વાસ અને ઉર્જાની ભાવના ભરી દીધી છે. તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીથી દેશમાં 5 મુખ્યમંત્રી છે અને તેઓ તેમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેવી સ્થિતિમાં તેમના ગુણો અને નેતૃત્વ પર સવાલ નહીં કરવા જોઈએ.

ભાજપ પર પ્રહાર
જ્યાં એક તરફ તેજસ્વી યાદવે રાહુલ ગાંધીના પક્ષમાં બધી વાતો કરી ત્યાં જ બીજી બાજુ ભાજપ પર પ્રહાર કરતા તેમને જણાવ્યું કે લોકતંત્ર હંમેશા લોક-કેન્દ્રિત હોય છે, કોઈ એક વ્યકતિ વિશેષ કેન્દ્રિત નથી હોતું. તેમને કહ્યું કે ભાજપા વ્યકતિ પૂજાથી ગ્રસિત છે.












Click it and Unblock the Notifications
