હાર પછી રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી, કાલે મંથન થશે

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન શર્મનાક હાર થયા પછી કોંગ્રેસમાં રાજીનામાં પડી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાજ બબ્બરે યુપી પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધું છે.

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન શર્મનાક હાર થયા પછી કોંગ્રેસમાં રાજીનામાં પડી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાજ બબ્બરે યુપી પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસમાં પાર્ટી અંગે મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના આ મહામંથન પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. સૂત્રો અનુસાર શનિવારે થવા જઈ રહેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામુ આપી શકે છે, પરંતુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા ઘ્વારા આ ખબરનું ખંડન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મોદીની સુનામીમાં પણ ન હલ્યો કોંગ્રેસનો આ દિગ્ગ્જ નેતા, પહેલા કરતાં વધુ સીટો અપાવી

કોંગ્રેસમાં લોકોના રાજીનામા પડી રહ્યા છે

કોંગ્રેસમાં લોકોના રાજીનામા પડી રહ્યા છે

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન શર્મનાક હાર થયા પછી કોંગ્રેસમાં રાજીનામાં પડી રહ્યા છે. યુપી કોંગ્રેસ ચીફ રાજ બબ્બરે રાજીનામુ મોકલ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. પાર્ટીની હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. રાહુલ ગાંધી વર્કિંગ કમિટીમાં પોતાનું રાજીનામુ આપી શકે છે. કોંગ્રેસના નજીકના સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ ગુરુવારે જ હાર પછી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી, પરંતુ ચેરપર્સન સોનિયા ગાંધીએ તેમને રાજીનામુ આપવાથી રોકી દીધો હતો.

રાહુલ ગાંધીએ હાર સ્વીકાર કરી

રાહુલ ગાંધીએ હાર સ્વીકાર કરી

રાહુલ ગાંધી કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠી પણ હારી ગયા છે જયારે કેરળની વાયનાડ સીટથી તેઓ લગભગ ચાર વોટથી જીત્યા છે. ગુરુવારે લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા પછી રાહુલ ગાંધીએ હાર સ્વીકાર કરતા પીએમ મોદી અને ભાજપને અભિનંદન આપ્યા છે. તેમને જનતાના નિર્ણયનું સ્વાગત કર્યું અને અમેઠી સીટ જીતવા બદલ સ્મૃતિ ઈરાનીને પણ અભિનંદન આપ્યા.

ભાજપની પ્રચંડ જીત

ભાજપની પ્રચંડ જીત

લોકસભા ચૂંટણીમાં ભાજપની આંધીમાં બધા જ વિપક્ષી દળો ગાયબ થઇ ગયા છે. એનડીએ ઘ્વારા 542 સીટોમાંથી 350 જેટલી સીટો જીતીને વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. હાલત એવી છે કે આ વખતે પણ લોકસભામાં હોઈ વિપક્ષી દળ નથી બની શક્યું. દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી ફક્ત 49 સીટોમાં સમેટાઈ ચુકી છે. મહાગઠબંધન પણ મોદી સુનામીને રોકી શક્યું નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X