For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણીના મિડલ મેન તરીકે પીએમ મોદી કામ કરી રહ્યા હતા: રાહુલ ગાંધી

રાફેલ અંગે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ભાજપ અને પીએમ મોદી પર જોરદાર પ્રહાર કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ અંગે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ભાજપ અને પીએમ મોદી પર જોરદાર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે રાફેલ ડીલ અંગે નવા ખુલાસા કરવાની વાત કહી હતી. રાફેલ ડીલ પર પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન તેમને પીએમ મોદી પર ખુલીને પ્રહાર કર્યા. રાફેલ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેના વિશે રક્ષામંત્રીને કોઈ જાણકારી ના હતી.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે જો ખરેખર ડીલમાં એવું કઈ જ નથી તો પીએમ મોદી જેપીસી પાસે તેની તપાસ કેમ નથી કરાવતા. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સાફ થઇ ગયું છે કે રાફેલ ડીલમાં ઘોટાળો થયો છે. જેમાં એક ઈમેલ સામે આવ્યો છે જેમાં પીએમ મોદી અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષામંત્રીને ડીલ અંગે જાણકારી આપી, જયારે વિદેશ સચિવ અને રક્ષામંત્રીને તેના વિશે જાણકારી ના હતી.

આ પણ વાંચો: કોણ છે એ કોંગ્રેસના એ 6 દિગ્ગજો જેમને ટ્વિટર પર ફોલો કરે છે પ્રિયંકા ગાંધી

રાહુલ ગાંધીએ પૂછ્યું કે પીએમ મોદીએ જણાવવું જોઈએ કે આખરે ડીલના 10 દિવસ પહેલા અંબાણીને તેને વિશે જાણકારી કેવી રીતે મળી. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા આ ઘોટાળાનો મામલો હવે પરંતુ હવે તે ઓફિસિયલ સિક્રેટ એક્ટ ઉલ્લંઘનનો મામલો બની ચુક્યો છે. પીએમ મોદીએ તેનો જવાબ આપવો પડશે, તેઓ તેના વિશે વાત કેમ નથી કરતા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કરી પીએમ મોદીની મિમિક્રી, તેમની સ્ટાઈલમાં આપ્યુ ભાષણ

English summary
rahul gandhi press conference on rafale deal, attacks pm modi again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X