તમિલનાડુ પર નાગપુરના લોકોને રાજ નહિ કરવા દઈએઃ રાહુલ ગાંધી
તમિલનાડુમાં બોલ્યા રાહુલ, 2019ની ચૂંટણી દેશની બે વિચારધારાની ચૂંટણી છે
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે તમિલનાડુમાં તાબડતોડ 4 રેલીઓને સંબોધિત કરી. મદુરૈમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને સત્તારૂઢ એઆઈએડીએમકે પર જબરદસ્ત હુમલો બોલ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે 2019ની ચૂંટણી દેશની બે વિચારધારાની ચૂંટણી છે. કોંગ્રેસનું માનવું છે કે તમામ અલગ-અલગ ઓળખ, વિચારધારા, ભાષા, ઈતિહાસ, સંસ્કૃતિઓના લોકો એક સાથે ખુશ રહે. તમામનો અવાજ સંભળાવવો જોઈએ. આરએસએસ-ભાજપનું કહેવું છે કે માત્ર એક વિચારે ભારત પર શાસન કરવું જોઈએ.

પીએમ મોદીને નિશાને લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કહીએ છીએ કે સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ, તેઓ કહે છે કે સત્તા એક આદમીના હાથમાં હોવી જોઈએ. નરેન્દ્ર મોદીને માત્ર એટલે એવું લાગે છે કે, તેઓ રાજ્યને કંટ્રોલ કરી શકે છે, કેમ કે તેઓ મુખ્યમંત્રીને નિયંત્રિત કરી શકે છે. અમે આ રાજ્યને નિયંત્રિત કરવા નથી માંગતા, અમે ઈચ્છીએ છીએ કે તમિલનાડુના લોકો આ રાજ્યને નિયંત્રિત કરે.
પોતાના ઘોષણા પત્રની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોએ અમારા ઘોષણા પત્રના વખાણ કર્યાં છે. જે ભારતીય લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. ઘોષણા પત્ર નિર્માણ પ્રક્રિયા દરમિયાન અમારી ચર્ચાઓમાં અમે લોકો સાથે NEET વિશે વાત કરી. તમિલ લોકોને પસંદ નથી કે આ તેમના પર લાગૂ કરવામાં આવ્યું. તેમણે તમિલ છોકરી અનિતા વિશે વાત કરી જેણે નીટ પરીક્ષાને કારણે આત્મહત્યા કરી લીધી હતી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે જો તમે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચશો તો તેની યાદમાં એક પંક્તિ મળશે. આ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ રાજ્યને યુવાઓ પર NEET નહિ લગાવીએ. ઘોષણાપત્રમાં આ એક નાની લાઈન જેવી લાગે છે પરંતુ આ વાસ્તવમાં તમિલનાડુના લોકોની અભિવ્યક્તિ છે. અગાઉ કૃષ્ણાગિરીમાં રાહુલ ગાંધીએ આરએસએસ પર અપરોક્ષ રીતે હુમલો બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્યારેય નાગપુરના લોકોને તમિલનાડુ પર શાસન કરવા ન આપી શકીએ. તમિલનાડુ પર માત્રને માત્ર તમિલનાડુના લોકોનું જ રાજ હશે અને એમકે સ્ટાલિન રાજ્યના આગલા મુખ્યમંત્રી હશે.
આ પણ વાંચો- કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયા












Click it and Unblock the Notifications
