For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે બજેટ 2013: તત્કાળ ટીકીટ થઇ મોંઘી

|
Google Oneindia Gujarati News

pavan-bansal
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ જ્યાં રેલવે મંત્રી પવન બંસલે કહ્યું કે, યાત્રી ભાડામાં હાલ કોઇ વધારો કરવામા નહીં આવે ત્યાં તત્કાળ ટીકીટને મોંઘી કરવામાં આવી છે. તેનું રિઝર્વેશન ભાડું વધી ગયું છે અને હવે તત્કાળ અને સામાન્ય ટીકીટને રદ કરવી પણ મોંઘી થઇ જશે.

એટલું જ નહીં હવે નવી રિઝર્વેશન પ્રણલીમાં રેલવે રિઝર્વેશનમાં સારી સુવિધા હશે. બંસલે કહ્યું કે નવી પ્રણાલીમાં એક મીનિટની અંદર 7200 ટીકીટ બુક કરવાની ક્ષમતા હશે, જ્યારે હાલની ક્ષમતા એક મીનિટમાં 2000 ટીકીટ બુક કરવાની ક્ષમતા છે.

આઇઆરસીટીસીની વેબસાઇટ પર જરૂરિયાત કરતા ઓછી ઝડપથી કામ થતું હોવાના કારણે યાત્રીઓને થનારી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા બંસલે કહ્યું કે, નવી ઇ-ટીકીટિંગ પ્રણાલીથી આ સ્થિતિમાં સુધારો આવશે.

આ પહેલા બંસલે કહ્યું હતું કે યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવશે નહીં. તાજેતરમાં જ યાત્રી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, તેથી અત્યારે તેમાં કોઇ વધારો કરવામાં આવશે. જો કે, માલ ભાડામાં જરૂરથી વધારો કરવામાં આવશે, તે પણ ફ્યૂએલ એડજેસ્ટમેન્ટ પ્રણાલી હેઠળ કરાશે. એટલે કે અંતર જેટલું વધારે તેટલું જ ભાડું વધારે.

English summary
Proposes hike in Tatkal reservation charges said Railway Minister Pawan Kumar Bansal Bansal in his Railway budget 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X