ઉત્તર ભારતમાં વરસાદ તો ગુજરાતમાં તેજ પવન, જાણો મોસમના હાલ

ઉત્તર ભારતમાં વરસાદ તો ગુજરાતમાં તેજ પવન, જાણો મોસમના હાલ

નવી દિલ્હીઃ ગુરુવારનો દિવસ દિલ્હી એનસીઆરમાં સામાન્ય વરસાદ સાથે શરૂ થયો. હરિયાણા, પંજાબ, ચંદીગઢ સહિત કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા. ગુજરાતમાં તેજ હવાઓ ચાલી જ્યારે ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે જેને પગલે સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જો કે ઠંડી હજુ સામાન્ય છે પરંતુ હવામાન ખાતા તરફથી આવેલી જાણકારી મુજબ શુક્રવાર બાદ ફરી એકવાર દિલ્હીમાં ઝાંકળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ બધાની વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. હવામાન ખાતાનું અનુમાન છે કે ગુરુવારે ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

rain

જોરબાગ ક્ષેત્રમાં તેજ હવાની સાથે કરા પણ પડ્યા. સવારે સાઢા આઠ વાગ્યા સુધી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પર 5.0 મિમિ, લોધી રોડ પર 0.7 મિમિ, આયાનગરમાં 1.2 મિમિ વરસાદ નોંધાયો છે. અહેવાલ છે કે આગામી શનિવાર અને રવિવારે સવારે ગાઢ ઝાંકળ થઈ શકે છે. આ દરમિયાન ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સુધી આવવાની શક્યતા છે. ઠંડ અને ઝાકળને પગલે દિલ્હી પહોંચનારી 16 ટ્રેન મોડી ચાલી રહી છે.

ગત બુધવારે દિવસે વાદળો અને હવાની દિશામાં બદલાવને પગલે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. આ દિવસે સફદરજંગ મોસમ કેન્દ્રએ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી નોંધ્યું છે, સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ છે. જ્યારે મહત્તમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે બહારથી કામકાજ માટે રાજધાની દિલ્હી આવતા બેઘર લોકોને આ વરસાદે ઠંડીમાંથી થોડી રાહત આપી છે.

આ પણ વાંચો- ગુરુગ્રામમાં ગબ્બર અને સામ્ભા જણાવશે કઈ રીતે ચલાવવી ગાડી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X