Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પતિની હત્યા કરી લાશને પલંગમાં છુપાવી તેના ઉપર સૂતી રહી પત્ની

રાજસ્થાનના અલવર જિલ્લામાં રુંવાટા ઉભો કરી દેતો મામલો સામે આવ્યો છે. અહીં, એક પત્નીએ તેના પતિની હત્યા કરી અને તેના મૃતદેહને પલંગમાં છુપાવી દીધો.

રાજસ્થાનના અલવર જિલ્લામાં રુંવાટા ઉભો કરી દેતો મામલો સામે આવ્યો છે. અહીં, એક પત્નીએ તેના પતિની હત્યા કરી અને તેના મૃતદેહને પલંગમાં છુપાવી દીધો. બે દિવસ ઘરમાં પડેલા રહેવાથી લાશમાંથી દુર્ગંધ આવવા લાગી હતી, ત્યારબાદ નર્વસ પત્ની નીતાએ શુક્રવારે રાત્રે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાશ સંપૂર્ણ રીતે બળી ન હતી અને સવારે મૃતદેહ જોયા બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લઇ લીધી છે. પોલીસ તપાસમાં મોતનું કારણ 'પતિ-પત્ની અને વો' હોવાનું બહાર આવ્યું છે.

Wife murders husband

જણાવી દઈએ કે કુલદીપ 19 સપ્ટેમ્બરના રોજ 2 દિવસથી ઘરે ન આવવાના કારણે પરિવારે પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયો છે તેવી રિપોર્ટ નોંધવી. પોલીસ કુલદીપની શોધમાં જોડાઈ હતી. શુક્રવારે રાત્રે મૃતકની પત્નીએ ચતુરાઈથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઉંદરોને મારવાનું બહાનું બનાવીને ઘરમાં ધૂપ સળગાવીને આગ લગાવી હતી જેમાં કુલદીપનો મૃતદેહ અડધો બળી ગયો, અર્ધ-બળી ગયેલી લાશ છુપાવવા માટે આરોપી પત્નીએ મૃતદેહને કપડામાં લપેટીને સળગાવવા માટે બહાર લઇ ગઈ જેમાં તેને કેટલાક બાળકોને પણ સાથે લીધા. બસ ત્યારે જ એક બાળક કુલદીપનું માથુ જોઇને ડરી ગયો હતો કે તે સ્થળ પરથી ભાગ્યો હતો.

ગભરાઈ ગયેલા બાળકની જયારે કુલદીપના પરિવારે પૂછપરછ કરો ત્યારે તેણે જણાવ્યું કે કુલદીપની પત્નીએ તેને સળગાવી દીધો છે. પરિવારે તુરંત પોલીસને જાણ કરી હતી. શનિવારે પોલીસે આરોપી પત્નીની અટક કરી હતી. કસ્ટડીમાં આરોપી પત્નીએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો છે. જેના કારણે, 17 સપ્ટેમ્બરની રાત્રે, બંને વચ્ચે થોડી મારામારી થઇ, જેના કારણે કુલદીપનું માથું ઓરડામાંના પલંગ પર અથડાયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પત્નીએ પલંગનો બોક્સ ખોલ્યો અને કુલદીપને તેમાં છુપાવી દીધો અને ઉપર રજાઇ મૂકી. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે બંને એક બીજા પર શંકાસ્પદ હતા, જેના કારણે તેઓ એકબીજાના ફોન પણ ચેક કરતા હતા. કુલદીપે 2013 માં નિશા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો સાડા ચાર વર્ષનો પુત્ર પણ છે.

આ પણ વાંચો: સંપત્તિ માટે વૃદ્ધ પિતાને પુત્રએ અંધારિયા રૂમમાં કર્યા કેદ, રાખ્યા ભૂખ્યા-તરસ્યા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X