...તો સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરીશુ: કેશવ પ્રસાદ મૌર્ય
વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે.
વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પત્રકારો સાથે વાતચીત કરતા કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે. તેમને જણાવ્યું કે દેશના કરોડો લોકો અયોધ્યામાં મંદિર બનતું જોવા માંગે છે અને ભાજપા માટે આ આસ્થાનો મહત્વનો વિષય છે.
વાંચો: મને ગોળી મારવી હોય તો મારી દો પરંતુ અયોધ્યામાં રામમંદિર તો બનાવીને જ રહીશઃ તોગડિયા

રામ મંદિર અંગે ત્રીજો વિકલ્પ ખુલ્લો છે
રામ મંદિર અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને વિશ્વાસ છે કે સુપ્રિમકોર્ટનો જલ્દી ચુકાદો આવશે અને રામ મંદિર નિર્માણમાં આવનારી અડચણો જલ્દી દૂર થશે. રામ મંદિર અંગે જલ્દી ચુકાદો આવશે અથવા વાતચીત માધ્યમ ઘ્વારા કોઈ રસ્તો કાઢવામાં આવશે. અમારી સામે સંસદમાં કાનૂન બનાવવાનો રસ્તો પણ ખુલ્લો છે.

રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી. જો રાજ્યમાં સરકાર પાસે બહુમત હોત તો અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનો રસ્તો ખુલ્લો હતો. તેમને જણાવ્યું કે હાલમાં અમારી પાસે બહુમત નથી એટલા માટે આવું કરવું સંભવ નથી. કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામમંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે.

રામમંદિર પર સમર્થન નહીં મળે
કેશવ પ્રસાદ મૌર્યને જયારે પૂછવામાં આવ્યું કે બહુમત નહીં હોવા છતાં એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ રાજ્યસભામાં પાસ કરાવી દીધું તો રામમંદિર પણ કેમ સમસ્યા આવી રહી છે. તેના પર કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને મુદ્દાઓ અલગ અલગ છે. એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ પર બીજી પાર્ટીઓ ઘ્વારા સમર્થન મળી ગયું હતું, પરંતુ રામ મંદિર મુદ્દે બીજી પાર્ટીઓ સમર્થન નહીં કરે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
