For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામાયણ યાત્રા: શ્રદ્ધાળુઓને લઇ અયોધ્યા પહોંચી પહેલી ટ્રેન, ફુલોથી કરાયું સ્વાગત

આઈઆરસીટીસી તરફથી શરુ કરવામાં આવેલી શ્રી રામાયણ યાત્રાની પહેલી ટ્રેન સોમવારે સવારે 9 વાગે અયોધ્યા કેન્ટ સ્ટેશન પર પહોંચી. આ ટ્રેનમાં ભારતના વિભિન્ન પ્રદેશોના 132 શ્રદ્ધાળુ સવાર હતા. રેલવે વહીવટીતંત્રએ આ શ્રદ્ધાળુઓ પર પુષ્

|
Google Oneindia Gujarati News

ઈઆરસીટીસી તરફથી શરુ કરવામાં આવેલી શ્રી રામાયણ યાત્રાની પહેલી ટ્રેન સોમવારે સવારે 9 વાગે અયોધ્યા કેન્ટ સ્ટેશન પર પહોંચી. આ ટ્રેનમાં ભારતના વિભિન્ન પ્રદેશોના 132 શ્રદ્ધાળુ સવાર હતા. રેલવે વહીવટીતંત્રએ આ શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા કરીને તેમનુ સ્વાગત કર્યુ.

Ramayan

ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓએ કહ્યુ કે અયોધ્યા અને શ્રીરામ અમારા દિલમાં વસે છે. આજે અયોધ્યા પહોંચીને અમારુ જીવન ધન્ય થઈ ગયુ. કેટલાક અન્ય શ્રદ્ધાળુઓએ કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી અયોધ્યામાં શ્રીરામ મંદિરનુ ભવ્ય નિર્માણ થઈ રહ્યુ છે. આ દેશ માટે સૌભાગ્યની વાત છે.

તમામ શ્રદ્ધાળુઓએ રેલવે દ્વારા ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી. લોકોએ આને ફાઈવ સ્ટાર હોટલ જેવી ગણાવી. સ્પેશ્યલ ટ્રેનથી આવનાર શ્રદ્ધાળુ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ, હનુમાનગઢી અને સરયૂ તટ પર દર્શન અને પૂજન કરશે. આ સિવાય ત્યાં પૂરી અયોધ્યાનુ ભ્રમણ કરશે અને નંદીગ્રામ પણ જશે.

શ્રદ્ધાળુઓની યાત્રા માટે આઈઆરસીટીસીએ 4 લગ્ઝરી બસની વ્યવસ્થા કરી છે. આ ટ્રેન મંગળવારની સાંજે 4:30 વાગે વારાણસી માટે રવાના થશે. શ્રદ્ધાળુઓનુ સ્વાગત કરવા માટે જિલ્લાના કોઈ પણ જનપ્રતિનિધિ હાજર નહોતા. ટ્રેનમાંથી બહાર નીકળતા જ શ્રદ્ધાળુઓએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યુ કે જે રીતે અયોધ્યાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તે પ્રશંસનીય છે. અયોધ્યા અમારા દેશની સાંસ્કૃતિક રાજધાની બની રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કાર્યકાળના પ્રારંભથી જ અયોધ્યાને લઈને પ્રયાસરત છે. 3 નવેમ્બરે શહેરમાં આ વખતે પાંચમો દીપોત્સવ મનાવવામાં આવ્યો. દીપોત્સવે અયોધ્યાને એક અલગ ઓળખ આપી છે. એક શ્રદ્ધાળુ દંપતીએ ટ્રેનની સાથે સેલ્ફી લઈને પોતાની યાત્રાને યાદગાર ગણાવી. આ ટ્રેનના સંચાલનથી દેશમાં શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચી શકશે. અયોધ્યામાં પણ ફરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
Ramayana Yatra: First train to Ayodhya carrying devotees, welcome with flowers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X