For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી જ નહીં, રેપ તો દેશભરમાં થાય છે: શિંદે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 એપ્રિલ: એક બાજું જ્યાં માસૂમ ગુડીયાની સાથે થયેલા દુષ્કર્મને લઇને આખા દેશમાં વિરોધની જ્વાળા ઉઠી રહી છે, ત્યાં દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે આવી ઘટનાઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ આખા દેશમાં બની રહી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 5 વર્ષની ગુડીયાની સાથે બળાત્કારની ઘટનાને લઇને ચાલી રહેલા વિરોધની વચ્ચે સરકારે આજે જણાવ્યું કે તપાસમાં થયેલી ચૂકના કારણે પોલીસ સ્ટેશન ઓફિસર અને તપાસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. દિલ્હી પોલીસના જોઇન્ટ વિજીલન્સ કમિશ્નરને મામલાની તપાસ કરવા માટે આદેશ આપી દેવાયા છે.

sushil kumar shinde
કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આજે લોકસભામાં દિલ્હીમાં પાંચ વર્ષની એક બાળકી સાથે થયેલી બર્બરતા અંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ એ આરોપની પણ તપાસ કરશે કે સ્થાનીય પોલીસે પીડિતાના પિતાને કંઇક રૂપિયા આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે એક સહાયક પોલીસ કમિશ્નર રેન્કના એક અધિકારીએ કેમેરાની સામે એક પ્રદર્શનકારી યુવતીને થપ્પડ મારતા જોવાઇ હતી. એસીપીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકાર દ્વારા નિયુક્ત અધિકારી દ્વારા આ મામલાની વિભાગીય તપાસ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ઘટનાના સિલસિલામાં રવિવારે રાત્રે બિહારના લખીસરાય જિલ્લામાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં બેજવાબદારીપૂર્વકના નિવેદન બાદ ગૃહમંત્રીનો વિરોધ થઇ રહ્યો છે. આ સાથે સાથે દિસ્હીના પોલીસ કમિશ્નર નિરજ કુમારે પણ પ્રેસ કોન્ફરન્સમાં હાથ ઉંચા કરી દીધા હતા. તેમજ જણાવ્યું હતું કે લોકોના વાંકે હું શું કામ રાજીનામું આપું?

English summary
Action being taken, but rapes happen all over India said Sushilkumar Shinde.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X