જાણો ભારતીય રિઝર્વ બેંકે અત્યાર સુધી કેટલી નોટો વહેંચી?
બુધવારે ભારતીય રિર્ઝવ બેંક કહ્યું કે નોટબંધી બાદ શરૂઆતી 40 દિવસોમાં 500 અને 2000 રૂપિયાના લગભગ 2.2 અરબ નોટો વેચાઇ ચૂક્યા છે. આ નોટો બેંકો અને એટીએમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
બેંકે જણાવ્યું કે 10 નવેમ્બર 2016થી લઇને 19 ડિસેમ્બર 2016 સુધી ભારતીય રિઝર્વ બેંકે લોકોને બેંક અને એટીએમ દ્વારા 5,92,613 કરોડ રૂપિયા નોટ આપ્યા છે.
જાહેરાત અને નિયમ
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકોને વિભિન્ન ડિનોમિનેશનના કુલ 22.6 અરબ નોટ વહેંચવામાં આવ્યા છે. તેમાં 20.4 અરબ રૂપિયાની નોટ નાના ડિનોમિનેશનના છે. જેનાં 10, 20, 50 અને 100 રૂપિયાની નોટ છે. તે સિવાય 2.2 અરબ રૂપિયા 2000 અને 500ના નોટ છે.
9 નવેન્બરથી નોટબંધી
નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કરવામાં આવી હતી. જેના પછી 500 અને 2000 રૂપિયાના નવી નોટ જાહેર કરવામાં આવી હતી. વળી બીજી તરફ લોકો બેંકમાં જૂની નોટોને જમા કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.
60 વાર નોટિફિકેશન જાહેર કર્યા
નોંધનીય છે કે નોટબંધી પછી વિવિધ મુદ્દે 42 દિવસોમાં સરકારે કુલ 60 અલગ અલગ પ્રકારની જાહેરાત અને નિયમો જાહેર કર્યા છે. સરકાર દ્વારા વારંવાર નિયમ બનાવવા અને બદલવા માટે વિરોધી પાર્ટીઓએ ભાજપ પર અનેક આકાર પ્રહારો કર્યા છે.