'પદ્માવત' ફિલ્મ ના જુઓ, ના બતાવો, એનો બહિષ્કાર કરો: RSS

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થયાનો પહેલો દિવસ સમગ્ર દેશ પર જાણે ભારે પડ્યો છે. ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં નથી આવી અને જે રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઇ છે ત્યાં તેનો વિરોધ થઇ રહ્યો છે. દિલ્હી પાસેના ગુરુગ્રામમાં કરણી સેનાના કથિત કાર્યકર્તાઓ દ્વારા બુધવારે એક સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને અનેક શહેરોમાં સિનેમાગૃહોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ વિરોધ સામે જ્યાં એક તરફ ભાજપના નેતાઓએ ચુપ્પી સાધી છે, ત્યાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી છે.

padmaavat

'આવી ફિલ્મ ન જુઓ, ન દેખાડો'

સંઘના રાજસ્થાન ક્ષેત્રના સંચાલક ડૉ. ભગવતી પ્રકાશે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઇતિહાસ સાથે છેડછાડ ખોટી વાત છે. તેમણે સંઘનો અભિપ્રાય જણાવતાં કહ્યું કે, પ્રેરક ઇતિહાસ પ્રત્યે સંઘ હંમેશા આગ્રહી રહ્યો છે અને આ માટે સંઘકના સ્વયંસેવક સહજ રીતે જ એવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયો પર સમાજ સાથે સહભાગી થાય છે અને તેમાં આગળ પડીને ભાગ લે છે. ફિલ્મોએ સામાજિક શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપવો જોઇએ. કોઇ ઐતિહાસિક ચરિત્રને તથ્યહીન અને અનિશ્ચિત જાણકારીઓ સાથે મનોરંજનના વેપારનું માધ્યમ બનવાથી બચાવવું જોઇએ. સંઘ ફિલ્મના નિર્માતા, દેશના તમામ સિનેમાઘરો અને સમાજના લોકોને અપીલ કરે છે કે, તેઓ ફિલ્મ ન જુએ, ન દેખાડે. આવા વિષયો પર ફિલ્મ બનાવવી સાંપ્રદાયિક સૌહાદ્રને બગાડવા જેવું છે.

ક્રૂર અલાઉદ્દીન ખીલજી

તેમણે આગળ કહ્યું કે, અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત, સુરત, સોમનાથ, ખંભાત, જેસલમેર, રણથંભોર, ચિત્તોડગઢ(મેવાડ), માળવા, ઉજ્જૈન, ધારાનગરી, ચંદેરી, દેવગિરી, તેલંગણા, હોયસલ જેવા રાજ્યો લૂંટ્યા હતા, હજારો વીરો, મહિલાઓ અને પુરૂષોને બંદી બનાવ્યા હતા, તેમને ગુલામીનું જીવન જીવવા વિવશ કર્યા હતા, રાણી કમલાદેવી અને રાજકુમારી દેવલ જેવી ભારતીય રાણીઓ અને રાજકુમારીઓ સાથે જાતે, પોતાના પુત્રના તથા સેનાપતિના દબાણપૂર્વક લગ્ન કરાવ્યા હતા. એવા વ્યક્તિની મહિમા ગાવી કેટલીક યોગ્ય છે?

English summary
Refrain from watching, exhibiting ‘Padmaavat’: RSS Rajasthan unit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.