For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રીઝમાં બ્લાસ્ટ, ટીવી રિપોર્ટર સહીત પરિવારના ત્રણ લોકોની મૌત

ચેન્નાઈમાં ગુરુવારે ઘરમાં રાખેલા ફ્રીઝમાં બ્લાસ્ટ થવાને કારણે એક જ પરિવારના ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નાઈમાં ગુરુવારે ઘરમાં રાખેલા ફ્રીઝમાં બ્લાસ્ટ થવાને કારણે એક જ પરિવારના ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે. મૃતકમાં સ્થાનીય ટીવી ચેનલનો એક રિપોર્ટર પણ શામિલ છે. આ ઘટના તાંમ્બારામ પાસે સુબુરબન માં થઇ. આ ઘટનામાં ન્યુઝ-જે રિપોર્ટર પ્રસન્ના, તેની પત્ની અર્ચના અને માતા રેવતીની મૌત થઇ ગઈ. માતા રેવતી એક રિટાયર્ડ સરકારી કર્મચારી હતી.

chennai

પોલીસ અનુસાર શોર્ટ સર્કિટને કારણે ફ્રીઝમાં બ્લાસ્ટ થયો, જેના પછી આખા ઘરમાં ઝેરીલી ગેસ ફેલાઈ ગઈ. તેની ઝપટમાં આવવાને કારણે પરિવારના ત્રણે લોકોની મૌત થઇ ગઈ. આ ધમાકો રાત્રે લગભગ 2 વાગ્યે થયો જયારે ઘરના બધા જ લોકો સુઈ રહ્યા હતા. પ્રસન્ના અને તેની પત્ની એક રૂમ સુઈ રહ્યા હતા, જયારે તેમની માતા બીજા રૂમમાં સુઈ રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે જયારે સવારે નોકરાણી ઘરે આવી ત્યારે તેને બારણું ખખડાવ્યું, તો અંદરથી કોઈનો પણ જવાબ આવ્યો નહીં. ત્યારપછી નોકરાણીએ આસપાસના લોકોને બોલાવ્યા અને પછી પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસે શરૂઆતી તપાસ પછી આશંકા વ્યક્ત કરી કે કદાચ શોર્ટ સર્કિટને કારણે ફ્રીઝમાં ધમાકો થયો હશે, જેનાથી ગેસ ફેલાયો હશે.

ઘરના ત્રણ સદસ્યોની શ્વાસ રૂંધાવવાને કારણે મૌત

પોલીસ અનુસાર બ્લાસ્ટ પછી પ્રસન્ના અને તેની માતાએ મુખ્ય દરવાજા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ બંને હોલમાં જ પડી ગયા. જયારે પ્રસન્નાની પત્ની પલંગ પર જ અચેત પડી હતી. વિસ્ફોટ પછી ઘરમાં વીજળી પણ ચાલી ગઈ, એટલે આખા ઘરમાં અંધારું થઇ ગયું. દીવાર પર આંગળીઓના નિશાન બતાવે છે કે અંધારામાં તેમને પોતાને બચાવવા માટે રસ્તો શોધવાનો પૂરો પ્રયાસ કર્યો હશે.

આ પણ વાંચો: બે બાળકો સહિત 5 જણની હથોડો મારીને હત્યા, સામે આવ્યા હ્રદય કંપાવી દે તેવા ફોટા

English summary
Refrigerator blasts, three family members including TV reporter died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X