બાળા સાહેબના સ્મારક મુદ્દે BMCએ શિવસેનાને ફટકારી નોટિસ

શિવસૈનિકો પાર્કમાં બાળા સાહેબ ઠાકરેનું સ્મારક બનાવવાની માગ કરી રહ્યા છે, પરંતુ બીએમસીએ તેની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. બીએમસીએ જણાવ્યું કે માત્ર અંતિમ સંસ્કાર માટે જ શિવાજી પાર્કના મેદાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. અંતિમ સંસ્કાર થઇ ગયું છે માટે પાર્કને પહેલા જેવી સ્થિતિમાં લાવી દેવું જરૂરી છે.
ગ્રાઉન્ડ શહેરના વિકાસની યોજના માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે સ્મારકને લઇને ઉભો થયેલો વિવાદ બિનજરૂરી છે. સામનામાં લખેલ એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે આને મોટો મુદ્દો શા માટે બનાવવામાં આવે છે. હું બધાને અપીલ કરુ છું કે હમણા કોઇ વિવાદ ઉભો ના કરે.












Click it and Unblock the Notifications
