For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષના બાળક અને વેક્સીન વિનાના લોકોને એન્ટ્રી નહિ, ગણતંત્ર દિવસ પરેડમાં કોણ જઈ શકશે, જુઓ ગાઈડલાઈન્સ

ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ પરેડમાં શામેલ થવા માટે દિલ્લી પોલિસે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ પરેડમાં શામેલ થવા માટે દિલ્લી પોલિસે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દિલ્લી પોલિસે કહ્યુ છે કે કોરોના વાયરસ વેક્સીન ના લગાવનારાને ગણતંત્ર દિવસ પરેડમાં જવાની અનુમતિ નહિ હોય. ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી પરેડમાં માત્ર એ જ લોકો શામેલ થઈ શકે છે જેમણે કોવિડ સામે સંપૂર્ણપણે રસી લગાવી છે. વળી, દિલ્લી પોલિસ દ્વારા જાહેર કરાયેલ દિશા-નિર્દેશોના એક સેટમાં કહેવામાં આવ્યુ છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સમારંભમાં શામેલ થવાની અનુમતિ નહિ આપવામાં આવે. દિલ્લી પોલિસે એ પણ કહ્યુ કે 26 જાન્યુઆરીએ રાજપથ પર યોજાનાર પરેડ કાર્યક્રમમાં લોકોએ બધા કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવાનુ રહેશે જેવા કે માસ્ક પહેરવુ અને સામાજિક અંતર જાળવી રાખવાનુ રહેશે.

દિલ્લી પોલિસની ગાઈડલાઈન્સ

દિલ્લી પોલિસની ગાઈડલાઈન્સ

દિલ્લી પોલિસે ટ્વિટ કર્યુ, 'ગણતંત્ર દિવસ પરેડમાં એંટી-કોરોના વાયરસ વેક્સીનના બંને ડોઝ લેવા જરુરી છે. આવનારા બધા લોકોને અનુરોધ છે કે તે પોતાનુ રસીકરણ પ્રમાણપત્ર પોતાની સાથે લાવે.' આમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે સમારંભમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને અનુમતિ નથી. કોવિડ વેક્સીનેસન જે શરુઆતમાં ગયા વર્ષે 16 જાન્યુઆરીએ આરોગ્ય દેખરેખ અને અગ્રીમ પંક્તિના કાર્યકર્તાઓ સાથે શરુ થયુ હતુ તે ધીમે-ધીમે વધુ વયના બધા લોકો માટે વધારી દેવામાં આવ્યુ હતુ. વળી, આ મહિને 15-18 વર્શના આયુ વર્ગના બાળકોનુ રસીકરણ શરુ થઈ ગયુ છે અને આરોગ્ય દેખરેખ અને ફ્રંટલાઈન કાર્યકર્તાઓ અને 60 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને કૉમરેડિટીઝ સાથે બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ગણતંત્ર દિવસની પરેડમાં કેટલા વાગે જઈ શકો છો?

ગણતંત્ર દિવસની પરેડમાં કેટલા વાગે જઈ શકો છો?

દિલ્લી પોલિસના દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે આગંતુકો માટે બેસવાના બ્લૉક સવારે 7 વાગે ખુલશે અને માટે લોકોને અનુરોધ છે કે તે એ પ્રમાણે આવે. દિલ્લી પોલિસે કહ્યુ છે કે પાર્કિંગ સીમિત છે માટે આગંતુકોએ કારપૂલ કે ટેક્સીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવ છે. પોલિસે ટ્વિટ કર્યુ, 'દરેક પાર્કિંગ એરિયામાં રિમોટથી ચાલતી કારના લૉકની ચાવીઓ જમા કરાવવાની જોગવાઈ હશે.'

ગણતંત્ર દિવસ પરેડમાં કયા આઈડી લઈ જવા?

ગણતંત્ર દિવસ પરેડમાં કયા આઈડી લઈ જવા?

દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ ગણતંત્ર દિવસ પરેડમાં આવતા બધા લોકોને એક માન્ય ઓળખપત્ર લઈ જવા માટે કહેવામાં આવ્યુ છે. જે એક ફોટો આઈડી હોવુ જોઈએ. દિલ્લી પોલિસે સુરક્ષા તપાસ દરમિયાન સહયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આવનારા બધા લોકોને કોરોના વેક્સીનનુ સર્ટિફિકેટ લઈ જવાનુ અનિવાર્ય છે. ગણતંત્ર દિવસની પરેડમાં જતા લોકોએ વેક્સીનના બંને ડોઝ લેવા અનિવાર્ય છે.

દિલ્લીમાં ગણતંત્ર દિવસને લઈને પૂરતો બંદોબસ્ત

દિલ્લીમાં ગણતંત્ર દિવસને લઈને પૂરતો બંદોબસ્ત

દિલ્લી પોલિસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કર્તવ્યો માટે 27,000થી વધુ પોલિસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને ગણતંત્ર દિવસના કારણે આતંકવાદ વિરોધી ઉપાય તેજ કરી દેવામાં આવ્યા છે. આ કર્મીઓમાં પોલિસ કમિશ્નર, સહાયક પોલિસ કમિશ્નર અને નિરીક્ષક, ઉપ નિરીક્ષક શામેલ છે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળ(સીએપીએફ)ના પોલિસકર્મીઓ, કમાંડો, અધિકારીઓ અને જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસ સુરક્ષા વ્યવસ્થા પર અસ્થાનાએ કહ્યુ હતુ કે પરેડ માટે રાજધાનીમાં 71 ડીસીબી, 213 એસીપી અને 753 નિરીક્ષકો સહિત દિલ્લી પોલિસના 27,723 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે સીએપીએફની 65 કંપનીઓ મદદ કરી રહી છે.

ગણતંત્ર દિવસ સાથે જોડાયેલ આ નિયમો પણ જાણી લો

ગણતંત્ર દિવસ સાથે જોડાયેલ આ નિયમો પણ જાણી લો

દિલ્લી પોલિસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યુ છે કે આતંકવાદ વિરોધી ઉપાયોમાં વિવિધ સ્થળોએ નાકાબંધી, વાહનો, હોટલો, લૉજ અને ધર્મશાળાઓની તપાસ અને ભાડુઆતો, નોકરો, મજૂરો જેવા વિવિધ સત્યાપન અભિયાન શામેલ છે. છેલ્લા બે મહિનામાં આતંકવાદ વિરોધી ઉપાયોને તેજ કરી દેવામાં આવ્યા છે. હવાઈ અંતરિક્ષ સુરક્ષા માટે કાઉન્ટર ડ્રોન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાકેશ અસ્થાનાએ કહ્યુ હતુ કે જે વિસ્તારમાં ગણતંત્ર દિવસ સમારંભ હશે અને તેની આસપાસની સુરક્ષા પણ દિલ્લી પોલિસ અને અન્ય એજન્સીઓની મદદથી સુરક્ષિત કરી લેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય છે દિલ્લી પોલિસ

સોશિયલ મીડિયા પર સક્રિય છે દિલ્લી પોલિસ

દિલ્લી પોલિસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જાગૃતિ પેદા કરવા માટે કહ્યુ હતુ કે પોલિસ સોશિયલ મીડિયા દ્વારા તથ્ય અને મહત્વપૂર્ણ માહિતીઓ પણ બહાર કરી રહી છે જેથી કોઈ સામાજિક તત્વો ખોટી સૂચના અભિયાન ન ચલાવે. વાહન વ્યવહાર વિશે રાકેશ અસ્થાનાએ કહ્યુ હતુ કે માર્ગો પર વિશેષ પ્રતિબંધ જણાવીને એક સલાહ જાહેર કરવામાં આવી ચૂકી છે કે સામાન્ય જનતાને કોઈ અસુવિધા ન થાય. હાલના એક આદેશ અનુસાર ગણતંત્ર સમારંભને લઈને રાષ્ટ્રીય રાજધાની ઉપર યુએવી, પેરાગ્લાઈડર અને હૉટ-એર બલૂન સહિત ઉપ-પારંપરિક હવાઈ પ્લેટફોર્મના સંચાલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

English summary
Republic Day parade: Delhi police guidelines, unvaccinated-under 15 not allowed, Know all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X