For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પક્ષમાં પરત ફરવાની દરખાસ્ત યેદીયુરપ્પાની હોવી જોઇએ : ભાજપ

|
Google Oneindia Gujarati News

yeddyurappa
બેંગલોર, 29 જૂન : ભાજપના એક ખાસ વર્ગ દ્વારા કરવામાં આવી રહેલી બી એસ યેદીયુરપ્પાને પાર્ટીમાં પાછા લાવવાના પ્રયત્નોમાં શનિવારે અવરોધ ઉભો થયો છે. ભાજપે આ સંદર્ભે પૂર્વ મંત્રીના કોટમાં દડો નાખતા કહી દીધું છે કે યેદીયુરપ્પા પાર્ટીમાં પાછા ફરી શકે છે. પણ પાર્ટીમાં પાછા ફરવાની દરખાસ્ત તેમના તરફથી આવવી જોઇએ.

પ્રદેશ ભાજપાના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ કર્ણાટક બાબતોના પાર્ટી પ્રભારી થવર ચંદ્ર ગહેલોતે જણાવ્યું છે કે "યેદીયુરપ્પાએ સ્વયં પાર્ટી છોડી છે, તો પાર્ટીમાં પાછા આવવાની દરખાસ્ત પણ તેમણે સ્વયં મોકલવી જોઇએ. જો તેઓ દરખાસ્ત મોકલે છે તો ભાજપની કોર કમિટી તે અંગે ચર્ચા કરશે."

તેમણે જણાવ્યું કે પાર્ટીમાં યેદીયુરપ્પાના પરત ફરવાનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પર છોડી દેવામાં આવ્યો છે. ગેહલોતે જણાવ્યું કે બેઠક દરમિયાન વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ અને યેદીયુરપ્પાના પક્ષમાં પાછા ફરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

પ્રદેશ ભાજપના અધ્યક્ષે આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે પાર્ટીના એક વર્ગના નેતાઓએ તેમનો સંપર્ક કરીને તેમને પાર્ટીમાં પાછા બોલાવવાની માંગ કરી છે. યેદીયુરપ્પા ભાજપમાં પાઠા ફરે છે તો લોકસભા ચૂંટણી 2014માં શું પરિણામ આવશે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે સૌ કોઇ જાણે છે કે અમે સાથે હોઇએ છીએ તો સારા પરિણામો આવે છે.

English summary
Return proposal should be from Yeddyurappa : BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X