For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેપ્યુટી સીએમ રહેતા તેજસ્વી યાદવે બંગલામાં 44 એસી લગાવ્યા હતા

RJDના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પોતાના કાર્યકાળ દરમિયાન પદનો દુરુપયોગ કર્યો હતો કે નહીં તેને લઈને નીતિશ સરકારમાં જ મતભેદ દેખાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

RJDના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પોતાના કાર્યકાળ દરમિયાન પદનો દુરુપયોગ કર્યો હતો કે નહીં તેને લઈને નીતિશ સરકારમાં જ મતભેદ દેખાઈ રહ્યા છે. બંગલાના સમારકામ અને સજાવટના નામે સરકારી પૈસાનો દુરુપયોગ કરવાના મામલે બિહાર ભવન નિર્માણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરફતી ક્લિન ચીટ મળ્યા બાદ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ તેજસ્વી પર લગાવેલા આરોપોને દોહરાવ્યા છે અને કહ્યું કે કેવી રીતે જનતાના પૈસા પાણીની જેમ વાપરવામાં આવ્યા. તેમ છતાંય નીતિશકુમારની સરકારે તેમને ક્લીનચીટ આપી છે.

આ પણ વાંચો: પીએમ મોદીના 'એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન

તેજસ્વી મામલે બિહાર સરકારમાં મતભેદ

તેજસ્વી મામલે બિહાર સરકારમાં મતભેદ

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ પોતાના દાવાને દોહરાવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ તરીકે તેજસ્વી યાદવે બંગલાના સમારકામ માટે પોાતના પદનો દુરુપયોગ કર્યો હતો. સુશીલ મોદીએ કહ્યું કે,'કયા નિયમ અંતર્ગત તેજસ્વીએ ભવન નિર્માણ વિભાગ પાસેથી સમારકામના નામે કરોડો રૂપિયા ખર્ચ કરાવાની સાાથે પુલ નિર્માણ નિગમ પાસેથી 59 લાખનું ફર્નિચર લગાવ્યું ?' સુશીલકુમારે શનિવારે નિવેદન જાહેર કરીને પોતાની જ સરકારને સવાલ કર્યો છે કે,'કયા નિયમ અંતર્ગત તેજસ્વીએ 44 એસી, અને કેટલાક તો બાંથરૂમમાં લગાવ્યા. આ ઉપરાંત 35 મોંઘા લેધરના સૌફા 464 ફેન્સી એલઈડી લાઈટ્સ, 108 પંખા, કિમતી બિલિયર્ડસ ટેબલ, દીવાલો પર વૂડન પેનલ, વૂડન ફ્લોર્સ અને બંગ્લામાં ઈમ્પોર્ટેડ ગ્રેનાઈટનું ફ્લોરિંગ કરાવ્યું?'

ડેપ્યુટી સીએમ બિહાર સરકાર પર વરસ્યા

ડેપ્યુટી સીએમ બિહાર સરકાર પર વરસ્યા

સુશીલ મોદીએ કહ્યું કે તેજસ્વી યાદવે પોતાના બંગ્લાને 7 સ્ટાર હોટેલ જેવો બનાવ્યો હોવાના કારણે જ ભવન નિર્માણ વિભાગે ભવિષ્યમાં પોતાના બંગલા પર ખર્ચો કરવા માટે મંત્રીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવી પડી હતી, જેથી સરકારી પૈસા બચાવી શકાય તેમણે કહ્યું કે, 'જો તેજસ્વી યાદવે પૈસાનો દુરુપયોગ ન કર્યો હોત અને બંગ્લા પર કબજો ન કર્યો હોત તો બંગલો ખાલી કરવા માટે તેમના પર સુપ્રીમ કોર્ટનો 50 હજારનો દંડ ન લાગત. '

ડેપ્યુટી સીએમના આરોપો બાદ ક્લિન ચીટ

ડેપ્યુટી સીએમના આરોપો બાદ ક્લિન ચીટ

એક દિવસ પહેલા જ બિહારના બિલ્ડિંગ કંસ્ટ્રક્શન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ચંચલકુમારે તેજસ્વી યાદવને ક્લિન ચીટ આપતા કહ્યું હતું કે તેમણે જુદા જુદા સમયે જુદી જુદી રીતે પૈસા ખર્ચ્યા હતા. એટલે તેને નિર્ધારિત બજેટ સીમાનું ઉલ્લંઘન ન માની શકાય. તેમના કહેવા પ્રમાણે,'બંગલા પર કરોડો રૂપિયા ખર્ચ થયા છે, પરંતુ તે જુદા જુદા સમયે થાય છે. જો તે એક સાથે ખર્ચાયા હોત તો કેબિનેટ અથવા ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી જરૂરી બનત. પરંતુ કોઈ વધારાની રકમનો ખર્ચો નથી થયો.' ઉલ્લેખનીય છે કે તેજસ્વી પર બંગલાના સમારકામના નામે સરકારી પૈસા વેડફવાનો આરોપ સુશીલ મોદીએ જ લગાવ્યો હતો, તેના પર તપાસ બાદ ભવન નિર્માણ વિભાગે તેમને ક્લીન ચીટ આપી હતી. પંરતુ તેમને ક્લિન ચિટ આપવા માટેનો જે તર્ક છે, તેના પરથી જઆ કેસમાં ભીનુ સંકેલાયું હોવાનું લાગી રહ્યું છે.

સીએમના ઈશારે તેજસ્વીને ક્લીન ચીટ?

સીએમના ઈશારે તેજસ્વીને ક્લીન ચીટ?

સંયોગની વાત એ છે કેબિલ્ડિંગ કંસ્ટ્રક્શન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ચંચલ કુમાર લાંબા સમય સુધી નીતિશકુમારના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમને સીએમના ખાસ અધિકારી માનવામાં આવે છે. એટલે ચંચલ કુમારે ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના આરોપોને ફગાવીને તેજસ્વી યાદવને અપાયેલી ક્લીન ચીટને લઈ પોલિટિકલ સર્કલમાં ચર્ચા છે કે કદાચ તેમણે પોતાના રાજકીય નેતાઓના ઈશારે આમ કર્યું હોઈ શકે છે. સાથે જ એ પણ ચર્ચા છે કે નીતિશકુમા ફરી આરજેડી સાથે હાથ મિલાવવાનો પ્રય્તન કરી રહ્યા છે. આમ તો પટનામાં સીએમ આવાસની બાજુમાં આવેલા 5 દેશર્તન માર્ગનો બંગલો આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટ્યા બાદ હાલના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીને અપાયો હતો. પરંતુ જ્યાં સુપ્રીમ કોર્ટે તેમને 50 હજારનો દંડ ન ફટકાર્યો ત્યાં સુધી તેજસ્વી યાદવે બંગલો ખાલી નહોતો કર્યો.

English summary
rjd leader tejashwi yadav put 44 acs in bungalow druing his depty cm charge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X