For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ક્રિકેટ, બોલીવૂડને લોકોના મનમાં છવાયા વિલિયમ અને કેટ

|
Google Oneindia Gujarati News

ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિઝ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડિલટન હાલ પોતાના અધિકૃત ભારત પ્રવાસ પર છે. રવિવારે મુંબઇ પહોંચેલા આ રાજવી કપલે એક જ દિવસમાં ક્રિકેટ, બોલીવૂડ અને મુંબઇની ચાલીઓની મુલાકાત લઇને સામાન્ય માણસના મનમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. રવિવારે માથે બિંદી અને ઇન્ડિયન સ્ટાઇલ લૂકમાં જ્યાં કેટ એકદમ જ આકર્ષક લાગતી હતી ત્યાં જ પ્રિન્સ પણ લાગી રહ્યા હતા હેન્ડસમ. બન્નેએ રવિવારના દિવસે અનેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કરેલા કાર્યક્રમમાં ભાગ લીધો.

કેટ અને વિલિયમે જ્યાં ક્રિકેટના બેટ અને બોલ પર હાથ અજમાવ્યો ત્યાં જ સાંજે બોલીવૂડ સ્ટાર્સ જેવા કે શાહરૂખ ખાન, માધુરી દિક્ષિત નૈને, ઐશ્વર્યા રાય બચ્ચન જોડે ડિનર પણ કર્યું. અને 26/11ના પીડિતોની પણ મુલાકાત લીધી. ત્યારે કેવા રહ્યો તેમના આ મુંબઇ પ્રવાસ તે વિષે વધુ માહિતી અને તસ્વીરો જુઓ અહીં...

ક્રિકેટ મસ્તી

ક્રિકેટ મસ્તી

મુંબઇના ઓવલ ગ્રાઉન્ડ પર વિલિયમ અને કેટે ક્રિકેટ લેજન્ડ સચિન તેડુંલકર અને દિલીપ વેંગસરકર જોડે ભાગ લીધો ક્રિકેટની એક મેચમાં.

બાળકો સાથે મસ્તી

બાળકો સાથે મસ્તી

આ મેદાનમાં તેવા બાળકો પણ હાજર હતા જે ક્રિકેટમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય ત્યારે સચિનના બેટ પર ડચિસ કેટ બેટ ગુમાવીને ત્યાં હાજર લોકોને કરી દીધા ચકીત.

વિલિટમની બેટિંગ

વિલિટમની બેટિંગ

તો બ્લુ જીન્સ અને વાઇટ શર્ટમાં ડેસિંગ લાગતા પ્રિન્સ વિલિયમે પણ પોતાના સારી બેટિંગ સ્ક્રીલ બતાવી.

ક્રિકેટ સાથે ફૂટબોલ પણ!

ક્રિકેટ સાથે ફૂટબોલ પણ!

પણ જો તમે એમ માનતા હોવ તો ડચિઝ કેટ ખાલી ક્રિકેટમાંજ સારી છે તો હોલ્ડ ઓન અહીં તેણે અને વિલિયમે ફૂટબોલ રમીને પણ લોકોના મત જીતી લીધા હતા. અને કેટ તેના આ અવતારમાં લાગી રહી હતી એકદમ મનમોહક.

બસની સફર

બસની સફર

ક્રિકેટના મેદાન બાદ બન્નેએ ચેરિટી ટ્રસ્ટ અપનાલયના બાળકો સાથે એક ખુલ્લી બસમાં બેસીને મરિન ડ્રાઇવની સફર માણી. આ એનજીઓ મુંબઇના ઝુપડપટ્ટી વાળામાં રહેતા બાળકો માટે કામ કરે છે.

સ્માઇલ સંસ્થા જોડે મુલાકાત

સ્માઇલ સંસ્થા જોડે મુલાકાત

તો સાંજે બાણગંગા વોટર ટેક પર જઇને તેમણે સ્માઇલ સંસ્થાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. અહીં તેમણે બાળગંગા ટેંક પર ફૂલો અને દિવો પણ પાણીને અર્પિત કર્યો.

રોયલ ડિનર વિથ બોલીવૂડ

રોયલ ડિનર વિથ બોલીવૂડ

તો સાંજે તાજ હોટેલમાં તેમણે એક ફંડઓર્ગેનાઇઝ ઇવેન્ટમાં પણ ભાગ લીધો જેમાં બોલીવૂડના અનેક જાણીતા સેલેબ્રિટીએ હાજરી આપી.

શાહરૂખ અને ઐશ્વર્યા કર્યા વેલકમ

શાહરૂખ અને ઐશ્વર્યા કર્યા વેલકમ

ચેરીટી માટે ફંડ ભેગુ કરવા માટે તાજ હોટલમાં રોયલ ફેમિલી દ્વારા આયોજીત કરવામાં આવેલા રોયલ ગાલા ડિનરમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચને કર્યું ડ્યૂક અને ડચિસ પ્રિન્સ વિલિયમ અને કેટનું ફૂલોથી સ્વાગત

શું કહ્યું વિલિયમે ભારત વિષે

શું કહ્યું વિલિયમે ભારત વિષે

ત્યારે ડિનર સ્પીચમાં વિલિયમે કહ્યું કે"જ્યારે મારા અને કેથરિનના લગ્ન થયા ત્યારે કેથરિનના લિસ્ટમાં સૌથી પહેલા ભારત હતું કે જ્યાં તે જવા ઇચ્છતી હતી. બે બાળકો અને પાંચ વર્ષ પછી અમે ફાઇનલી અહીં આવી શક્યા અને અમે બન્ને આ વાત માટે માન અનુભવીએ છીએ"

કોણ કોણ આવ્યું હતું?

કોણ કોણ આવ્યું હતું?

બોલીવૂડની અનેક જાણીતી સેલેબ્રિટી અહીં હાજર રહી હતી. માધુરી દિક્ષિત, શાહરૂખ ખાન, ઐશ્વર્યા, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, પરણિતી ચોપડા, શ્યામક દાવક, સોફી ચૌધરી હાજર રહ્યા હતા.

ઐશ્વર્યાને મળવાની ઉત્સુકતા

ઐશ્વર્યાને મળવાની ઉત્સુકતા

જો કે પાર્ટીનું સેન્ટર ઓફ એટ્રેક્શન ઐશ્વર્યા રાય બચ્ચન રહી હતી. તેને મળીની ઉત્સુકતા અને ખુશી આ રોયલ કપલના ચહેરા પર ખાસ દેખાતી હતી.

શાહરૂખ ખાને શું કહ્યું

શાહરૂખ ખાને શું કહ્યું

શાહરૂખ ખાને તેના ટ્વિટર હેન્ડલરથી આ પાર્ટી વિષે જણાવ્યું કે "રોયલ કપલ ખુબ જ અદ્ધભૂત લાગી રહ્યા છે અને તે ફૂલ ઓફ પોઝિસ છે (એટલે કે માનભેર આચરણવાળા) જે રીતે મે કહ્યું કે મુજબ આજની રાત રાજા, રાણી અને તેના ધ નાઇટ્સની છે. અને આશા કરું કે દરેક રાત આવી જ જાય"

પાર્ટી મસ્તી

પાર્ટી મસ્તી

જો કે આ પાર્ટીમાં સોનમ કપૂર અને અર્જૂનની ને પરણિતી અને આલિયાની મસ્તી પણ નજરે પડી હતી.

ભોજની તસવીરો

ભોજની તસવીરો

ત્યારે તાજમાં યોજવામાં આવેલ આ રોયલ ભોજની આ તસવીર તેના ગાલા ટાઇમને દર્શાવે છે.

બોલીવૂડથી હસ્તીઓ લઇને સામાન્ય માનવી સુધી

બોલીવૂડથી હસ્તીઓ લઇને સામાન્ય માનવી સુધી

રવિવારે બોલીવૂડની હસ્તીઓને મળવાની સાથે જ પ્રિન્સ વિલિયમ અને કેટે 26/11ના મુંબઇ આતંકી હુમલાના પીડિતોને પણ શ્રદ્ધાજંલિ આપી હતી. અને ભંગારા વિસ્તારના રહેવાસીઓને પણ મળ્યા હતા. તેમના નિખાલસ સ્વભાવના કારણે તેમણે ત્યાં હાજર લોકોનું મન મોહી લીધું હતું. મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માટે અહીં ઉમટી પડ્યા હતા.

English summary
After arriving Mumbai Prince William and Kate played cricket with Mumbai kids.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X