For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-સંઘના કેમ્પમાં હિન્દુ આતંકને પ્રોત્સાહિત કરાય છેઃ શિંદે

By Super
|
Google Oneindia Gujarati News

sushilkumar shinde
જયપુર, 20 જાન્યુઆરીઃ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે તેમને માહિતી મળી છે કે ભાજપ અને આરએસએસ પોતાના ટ્રેનિંગ કેમ્પ્સમાં હિન્દુ આંતકવાદને વધારો આપવાનું કામ કરવામાં આવે છે. આમ કહીંને ગૃહમંત્રીએ ભાજપ અને આરએસએસ પર સીધો નિશાનો તાકવામાં આવ્યો છે અને તેમણે સ્પષ્ટપણે હિન્દુ આંતકવાદને વધારો આપવા માટે જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, તેના પર અમારી આકરી નજર છે.

બીજી તરફ આરએસએસ નેતા રામ માઘવ સુશીલ કુમાર શિંદેના નિવેદનની આકરી ટિકા કરી છે. તેમણે કહ્યું કે, પોતાના નેતાઓને ખુશ રાખવા માટે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પોતના નેતાઓને ખુશ કરવા માટે આવા ગેરજવાબદાર નિવેદન આપવા જોઇએ નહીં. નેતાઓને ખુશ કરવાના ઘણા રસ્તાઓ છે. આ પ્રકારે ખોટા નિવેદન આપીને નેતાઓને ખુશ કરવા ખોટા છે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉપાડીને વોટનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ ભાજપે પણ ગૃહમંત્રીના નિવેદની તીખી ટીપ્પણી કરી છે. શહનવાજ હુસેને કહ્યું છે કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ છે અને ભાજપ તેની તીખા શબ્દોમાં નીંદા કરે છે. ગૃહમંત્રીએ આવું બેજવાબદાર નિવેદન આપવું જોઇએ નહીં. આવા નિવેદન દેશના હિતમાં નથી.

નોંધનીય છે કે શિંદેએ જયપુર ખાતેની ચિંતન શિબિરમાં કહ્યું હતું કે મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપ લગાવ્યા છે કે કેમ્પોમાં કથિત રીતે હિન્દુ આંતકવાદીઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેમણે એક અહેવાલનો હવાલો આપતા કહ્યું હતું કે, અમારી પાસે અહેવાલ આવ્યો છે કે, તપાસમાં ભાજપ અને આરએસએસના ટ્રેનિંગ કેમ્પ, હિન્દુ આતંકવાદ વધારવાનું કામ જોઇ રહ્યાં છે. સમજૌતા એક્સપ્રેસ રેલગાડી ધમાકો, મક્કા મસ્જિદ બ્લાસ્ટ કે પછી માલેગાવ ધમાકો, હિન્દુ ચરમપંથીઓને ત્યાં જઇને ધમાકા કરાવ્યા અને પછી એવું કહ્યું કે આ ધમાકાઓ લધુમતિઓએ કરાવ્યા હતા.

English summary
Union home minister Sushilkumar Shinde on Sunday sparked a major political controversy saying RSS and BJP were promoting Hindu terror.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X