For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSના 10 લોકો આતંકવાદી હુમલામાં સંડોવાયેલા છે : ગૃહ સચિવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

samjauta-express
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: કેન્દ્રિય ગૃહ સચિવ આર કે સિંહે મંગળવારે કહ્યું હતું કે દેશના વિભિન્ન ભાગોમાં આતંકવાદી હુમલામાં કથિત રીતે સામેલ ઓછામાં ઓછા દસ લોકોના રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અથવા તે સંબંધીત સંગઠનો સાથે સંબંધો રહ્યાં છે.

આર કે સિંહે પત્રકારોને કહ્યું હતું કે 'સમજોતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને દરગાહ શરીફ (અજમેર) બ્લાસ્ટની તપાસ દરમિયાન અમને ઓછામાં ઓછા દસ નામોની જાણકારી મળી છે જે કોઇના કોઇ રીતે સંઘ સંબંધી રહ્યાં છે.

આર કે સિંહે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર પાસે ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેના આ દાવા સંબંધમાં કોઇ પુરાવા છે, જેમાં સંઘના કોઇ એવા વ્યક્તિના સંબંધ સાબિત થઇ શકે, જે દેશમાં આતંકીવાદી હુમલામાં સામેલ થઇ રહ્યાં હોય. તો આર કે સિંહે કહ્યું હતું કે અમારી પાસે તેમના વિરૂદ્ધ પુરાવા છે. સાક્ષીઓના નિવેદન છે.

ગૃહ સચિવ આર કે સિંહે તે દસ વ્યક્તિઓના નામ પણ સાર્વજનિક કર્યા હતા જે કથિત રીતે આતંકવાદી હુમલામાં સામેલ હતા અને જેમના સંઘ સાથે સંબંધ રહ્યાં છે. જે લોકોના નામનો ખુલાસો આર કે સિંહે કર્યો છે તેમાંનું એક નામ છે સુનિલ જોષી (મૃત), જે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને અજમેર શરીફ દરગાહ વિસ્ફોટના ષડયંત્રમાં સામેલ હતો. તે દેવાસવ અને મઉમાં 1990ના દસકાથી માંડીને 2003 સુધી સંઘનો કાર્યકર્તા રહ્યો હતો.

સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ ઉપરાંત અજમેર શરીફ દરગાહ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ સંદીપ ડાંગે આ સમય દરમિયાન ફરાર હતો. તે મઉ, ઇન્દોર, ઉત્તરકાશી અને સાઝાપુરમાં નેવુંના દસકાથી માંડીને 2006 દરમિયાન સંઘનો પ્રચારક હતો. ગૃહ સચિવ આર કે સિંહે લોકેશ શર્મા (ધરપકડ)નું પણ નામ લીધું છે જે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો. તે દેવગઢમાં સંઘનો નગર કાર્યવાહક હતો.

ધરપકડ પામેલ સ્વામી અસીમાનંદ સમજોતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને અજમેર શરીફ દરગાહ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તે નેવું દાયદાથી 2007 દરમિયાન ગુજરાતના ડાંગમાં સંઘના પ્રકોષ્ઠ વનવાસી કલ્યાણ પરિષદમાં હતો. રાજેન્દ્ર ઉર્ફ સમુંદરની પણ ધરપકડ કરવામાં આવી છે. તે કથિત રીતે સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો અને સંઘનો વર્ગ વિસ્તારક હતો.

મુકેશ વસાની ગોધરામાં સંઘનો કાર્યકાર્તા હતો અને અજમેર શરીફ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર ગુપ્તા મઉ અને ઇન્દોરમાં સંઘ પ્રચારક હતો અને તે મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. ગુપ્તાની પણ ધરપકડ થઇ ચુકી છે.

ધરપકડ થઇ ચુકેલ ચંદ્રશેખર લેવે શાજહાનપુરમાં 2007માં સંઘ પ્રચારક હતો અને કથિત રીતે મક્કા મસ્જિદ વિસ્ફોટમાં સામેલ હતો. કમલ ચૌહાણ સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો. તે સંઘનો પ્રચારક રહી ચુક્યો છે. ચૌહાણની પણ ધરપકડ થઇ ચુકી છે. રામજી કલસાગર સમજોતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદ વિસ્ફોટમાં કથિત રીતે સામેલ હતો અને તે સંઘ સાથે સંબંધ ધરાવતો હતો. કલસાગર નાસતો ફરે છે.

English summary
RK Singh on Tuesday said that intelligence agencies had the names of at least ten persons involved in Samjhauta Express, Mecca Masjid and Dargah Sharif blasts who were associated with RSS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X