For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS મુખપત્રમાં ‘લવ જિહાદ’: લખ્યું ‘લવ એવર, લવ જિહાદ નેવર’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બરઃ રાજકારણથી લઇને સમાજના વિવિધ ભાગોમાં હાલના દિવસે ‘લવ જિહાદ' જ ચર્ચાનો વિષય છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના બે મુખપત્રો ઓર્ગેનાઇઝર અને પાંચજન્યએ લવ જિહાદના વિવાદ મુદ્દાને પોતાની કવર સ્ટોરી બનાવી છે. ઓર્ગેનાઇઝરમાં સ્ટોરીને લવ જિહાદ ‘રિએલિટી ઓર રેહટોરિક'ના નામથી છાપવામાં આવ્યું છે. પાંચજન્યમાં આ સ્ટોરીને પ્યાર ‘અંધા યા ધંધા'નું નામ આપવામાં આવ્યું છે.

rss-magazine
પત્રિકાએ ‘લવ એવર, લવ જિહાદ નેવર'નું સૂત્ર આપ્યું છે અને સાથે જ પૂછ્યું છેકે પ્રેમ આંધળો છેકે ધંધો. એટલું જ નહીં ઓર્ગેનાઇઝરે પોતાના કપર પર રાંચી લવ જિહાદ પીડિતા અને રાષ્ટ્રીય સ્તરની નિશાનેબાજ તારા શાહદેવની તસવીર મુકી છે. પાંચજન્યમાં એક પુરુષ મોડલને પરંપરાગત અરબી કાફિયા પહેરેલો દર્શાવવામાં આવ્યો છે. નોંધનીય છેકે, ઉત્તર પ્રદેશ ભાજપ કાર્ય પરિષદની આગરામાં થનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની હતી, પરંતુ બાદમાં તેને બેઠકના એજન્ડામાંથી દૂર કરવામાં આવ્યો.

ત્યારબાદ પહેલીવાર સંઘની બે પત્રિકાઓએ આ મુદ્દાનો પોતાની કવર સ્ટોરી બનાવી છે. બન્ને પત્રિકામાં મેરઠની એક હિન્દુ મહિલાના કથિત અપહરણ, ગેંગરેપ અને ઇસ્લામમાં બળજબરીથી ધર્મ પરિવર્તન ઉપરાંત ઝારખંડની રાષ્ટ્રીય કક્ષાની શૂટર તારા શાહદેવની લવ જિહાદની કહાણીને કવર સ્ટોરી બનાવી છે. આ પહેલીવાર બન્યુ છેકે લવ જિહાદના મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના મુખપત્રનો ઉપયોગ કર્યો છે.

English summary
Within a fortnight of the BJP dropping plans to discuss “love jihad” at its UP state executive meeting, two Sangh magazines have put the alleged phenomenon of deceitful religious conversion of Hindu women on their covers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X