For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણાઃ બસ ખીણમાં ખાબકતાં 10નાં મોત

બસ ખીણમાં ખાબકતાં 10 લોકોનાં મોત, 20 ઘાયલ.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગણાના કોંડાગટ્ટુ જિલ્લામાં એક આરટીસીની બસ ખીણમાં ખાબકી, ઘટનાને પગલે 10 પ્રવાસીઓનાં મોત થયાં છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના જગટીઅલ પાસે ઘટી હતી. જાણકારી મુજબ બસમાં 50 લોકો સવાર હતા, જેમાં મહિલા વધુ માત્રામાં હતી. ઘાયલોને નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

રાહત કામ ચાલુ

રાહત કામ ચાલુ

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહતકામ ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કરી તેલંગણાના સીએમ કે ચંદ્રશેખર રાવે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ઘાયલ લોકો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

50 લોકો સવાર હતા

50 લોકો સવાર હતા

ઉલ્લેખનીય છે કે મહિલાઓ સહિત બસમાં 50 લોકો સવાર હતા.જાણકારી મુજબ 10 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 20 લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ પણ વાંચો-કેજરીવાલની નવી સ્કીમ ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે આવ્યા 25000 કોલ

English summary
RTC bus fell into a gorge near Kondagattu Jagtial TELANGANA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X