પી. ચિદમ્બરમની જામીનને પડકારતી સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન પર મુક્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન પર મુક્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈની એ સમીક્ષા અરજીને ફગાવી દીધી જેમાં પી ચિદમ્બરમની જામીનને પડકારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સીબીઆઆઈએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને પી ચિદમ્બરમના જામીનના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી હતી.

ઈ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો

ઈ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો

આ પહેલા ઈડીએ આઈએનએક્સ મીડિયા મની લૉડ્રિંગ કેસમાં પી ચિદમ્બરમ સામે આરોપનામુ દાખલ કર્યુ હતુ. વિશેષ ન્યાયાધીશ અજય કુમાર કુહારની અદાલતમાં ચિદમ્બરમ, તેમના દીકરા કાર્તિ અને અન્ય સામે સોમવારે એક પાસવર્ડથી સંરક્ષિત ઈ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. આના પર વિશેષ ન્યાયાધીશે સંસ્થાને નિર્દેશ આપ્યા કે દેશવ્યાપી લૉકડાઉન બાદ જ્યારે અદાલતનુ કામકાજ સામાન્ય રીતે શરૂ થઈ જાય તો આરોપપત્રને કાગળ દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ઈડીના આરોપપત્રમાં પી ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બર અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એસ એસ ભાસ્કરરમન સહિત ઘણા લોકોના નામ પણ છે.

403.07 કરોડ રૂપિયાના વિદેશી રોકાણ મેળવવાનો કેસ

403.07 કરોડ રૂપિયાના વિદેશી રોકાણ મેળવવાનો કેસ

તમને જણાવી દઈએ કે 15 મે, 2017ના રોજ ઈડીએ આઈએનએક્સ મીડિયા કેસ નોંધ્યો હતો જેમાં આઈએનએક્સ મીડિયા પીવીટી લિમિટેડે 4.62 કરોડ રૂપિયાની સ્વીકૃત એફડીઆઈ રકમના મુકાબલે લગભગ 403.07 કરોડ રૂપિયાના વિદેશી રોકાણ મેળવવાનો કેસ સામે આવ્યો હતો. ઈડીએ પોતાની તપાસમાં જોયુ કે કંપનીના નિર્દેશક ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી, પી ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ સહિત ઘણા અધિકારીઓની મિલીભગત હતી.

સીબીઆઈએ ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો

સીબીઆઈએ ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો

ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં 18 ઓક્ટોબરે સીબીઆઈએ પી ચિદમ્બરમ, તેમના દીકરા કાર્તિ ચિદમ્બર અને તેમની બે કંપનીઓ સહિત કુલ 15 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈએ ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કરીને કહ્યુ હતુ કે આ કેસમાં ભ્રષ્ટાચારની તપાલ ચાલુ છે માટે તેમને જામીન આપવામાં ન આવે.

કર્મકાંડને વ્યવસાય ગણી બ્રાહ્મણોને સરકાર તાત્કાલિક ધોરણે લોન આપે : ડૉ. યજ્ઞેશ દવે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X