For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારના કડક લૉકડાઉનના કારણે દેશનુ અર્થતંત્ર મુશ્કેલીમાંઃ સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણુ નુકશાન પહોંચ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણુ નુકશાન પહોંચ્યુ. સુપ્રીમ કોર્ટે આજે લોન મોરેટોરિયમ કેસની સુનાવણી દરમિયાન કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થામાં જે મુશ્કેલી આવી છે તે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ કડક લૉકડાઉનના કારણે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ કે તે કોલસાની બાકી રકમ અને એફિડેવિટ દાખલ કરવામાં વિલંબ વિશે પોતાનુ વલણ સ્પષ્ટ કરે.

SC

સુપ્રીમ કોર્ટને બેંચે કહ્યુ કે તમે પોતાનુ વલણ સ્પષ્ટ કરો. તમે કહો છો કે આરબીઆઈએ નિર્ણય લીધો, અમે આરબીઆઈનો જવાબ જોયો છે, કેન્દ્ર આરબીઆઈની પાછળ છૂપાઈ રહ્યુ છે. વાસ્તવમાં લૉકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ લોન મોરેટોરિયમ પર બેંક વ્યાજ વસૂલી રહી છે. આના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બે અલગ અલગ હપ્તામાં 6 મહિનાના લોન મોરેટોરિયમનુ એલાન કર્યુ હતુ અને લોકોને ઈએમઆઈ ન આપવાની છૂટ આપી હતી. લોન પર આપવામાં આવેલ મોરેટોરિયમનો સમય 31 ઓગસ્ટે ખતમ થઈ રહ્યો છે.

NEET-JEE પરીક્ષાઓનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને સોનૂ સૂદનો સાથNEET-JEE પરીક્ષાઓનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને સોનૂ સૂદનો સાથ

English summary
SC: Economic problem in India created by centre strict lockdown imposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X