For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે

કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટની અવગણનાના મામલામાં આજે સજાનું એલાન થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યયાયાધિશ જસ્ટિસ એસએ બોબડે અને સુપ્રીમ કોર્ટની આલોચના કરતા પોતાના ટ્વિટમાં પ્રશાંત ભૂષણનો સુપ્રીમ કોર્ટે પહેલે જ દોષી ઠેરવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજે કોર્ટ તેમની સજાનું એલાન કરી શકે છે. અગાઉ કોર્ટે પ્રશાંત ભૂષણને માફી માંગવાનો મોકો આપ્ટો હતો, પરંતુ પ્રશાંત ભૂષણે આવું કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમની અંતરાત્મા અને ન્યાયાલયનું અપમાન થશે. પ્રશાંત ભૂષણના પક્ષમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પણ તર્ક આપ્યો.

prashant bhushan

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં પ્રશાંત ભૂષણને સજા આપવાના મામલે એટર્ની કેકે વેણુગોપાલ પાસેથી તેમનું મંતવ્ય મંગાવ્યું હતું. આ મુદ્દે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભૂષણને ચેતવણી આપી છોડી મૂકવા જોઈએ કેમ કે તેમનું ટ્વીટ એમ જણાવવા માટે હતું કે જ્યૂડિશરીને પોતાની અંદર સુધારો લાવવાની જરૂરત છે. જણાવી દઈએ કે પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજને લઈ જે ટ્વીટ કર્યું હતું, તેને કોર્ટની અવગણના માનતા તેમણે દોષી ઠેરવ્યા હતા અને આ મામલે પ્રશાંત ભૂષણને માફી માંગવા માટે કહ્યું હતુ્ં, પરંતુ પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો.

અગાઉ આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે અમે નિષ્પક્ષ ટિકાનું સ્વાગત કરે છે પરંતુ શું આપણે ટિકાનો જવાબ આપવા માટે પ્રેસમાં જઈ શકે છે. એક જજના રૂપમાં હું ક્યારેય પ્રેસમાં નથી ગયો. જ્યારે તે નૈતિકતા છે જેનું અમારે અવલોકન કરવાનું છે. ભૂષણના નિવેદન અને સ્પષ્ટતા વાંચવી દર્દનાક છે. પ્રશાંત ભૂષણ જેવા 39 વર્ષના અનુભવ વાળા વરિષ્ઠ વકીલને આવા પ્રકારે વ્યવહાર ના કરવો જોઈએ. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે અમે અંદર અને બહારની ઘણી વાતો જાણીએ ચીએ પરંતુ શું આપણે એ વાતો માટે પ્રેસમાં જઈ શકીએ? આપણે ના જઈ શકીએ, આપણી એકબીજાની અને સંસ્થાની ગરિમાની રક્ષા કરવી પડશે.

ચીનના રમકડાના બઝાર પર પીએમની નજર, મન કી બાતમાં આપ્યા સંકેતચીનના રમકડાના બઝાર પર પીએમની નજર, મન કી બાતમાં આપ્યા સંકેત

English summary
SC Prashant Bhushan may be sentenced today for contempt of court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X