રામ રહીમના ડેરામાંથી મળી વિસ્ફોટક બનાવવાની ફેક્ટરી!
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ રોહતક જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યાં છે, બીજી બાજુ હરિયાણા પોલીસ તેમના સિરસા સ્થિત ડેરાની તપાસમાં વ્યસ્ત છે. શુક્રવારે પણ પોલીસ દ્વારા ડેરાની તપાસ કરવામાં આવી હતી અને રોકડથી ભરેલા 2 રૂમ સીલ કરવામાં આવ્યા હતા. 700 એકરમાં ફેલાયેલા આ ડેરામાં તપાસની કાર્યવાહી શનિનારે પણ ચાલુ જ છે અને સ્થાનિક પોલીસ ઉપરાંત સેના અને અર્ધસૈનિક બળને પણ આ કામે લગાડવામાં આવ્યું છે. નિવૃત્ત ન્યાયાધીશ એકેએસ પવાલની આગેવાની હેઠળ આ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શનિવારની તપાસમાં શું મળ્યું?
શનિવારની તપાસમાં પોલીસને ડેરા સચ્ચા સૌદાના પરિસરમાં ગેરકાયદેસર વિસ્ફોટક ફેક્ટરી મળી આવી હતી. પોલીસે આ ફેક્ટરી સીલ કરી કેટલાક વિસ્ફોટક અને ફટાકડાઓ જપ્ત કર્યા હતા. સાથે જ સુરક્ષાદળ નરકંકાલનું સત્ય જાણવા માટે ડેરામાં ખોદકામ કરે એવી પણ શક્યતા છે.
Illegal explosives factory inside #DeraSachaSauda premises sealed. Explosives&fire crackers seized:Dy Dir of Haryana PR Dept Satish Mehra
— ANI (@ANI) September 9, 2017
શું હાથ લાગ્યું હતું શુક્રવારની તપાસમાં?
શુક્રવારની તપાસમાં પોલીસને 1200 નવી નોટ, 7 હાજર જૂની નોટો, ડેરાની અંદર ચાલતી પ્લાસ્ટિક કરન્સી મળી આવી હતી. આ સિવાય કમ્પ્યુટર, લેપટોપ હાર્ડ ડિસ્ક, લેબલ વિનાની દવાઓ અને નંબર વિનાની લક્ઝરી લેક્સસ કાર પણ મળી આવી હતી.