જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં બેરોજગારી વિરૂદ્ધ હંગામો

આ ઘટના પાછળ ભાજપના બરતરફ કરાયેલા નેતા ચમનલાલ ગુપ્તાનો હાથ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના કારણે આ યુવકોને પાસ મળ્યો હતો. ચમનલાલ ગુપ્તાના પુત્ર અનિલ ગુપ્તા જમ્મૂ કાશ્મીર યૂથ ફેડરેશનના સભ્ય છે અને આ યુવકો તેના સાથીદારો છે. સ્પીકરે આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે.
આ મુદ્દાને ઘણો સંવેદનશીલ ગણવામાં આવે છે કારણ કે જ્યારે સદનમાં કાર્યવાહી ચાલી રહી તે સમયે ત્રણ યુવકો અંદર પહોંચી ગયા હતા. સદનમાં તમામ વીઆઇપી નેતા અને કેટલાક મોટા નેતાઓ હાજર હતા. હાલ સુધી મળતી માહિતી મુજબ ત્રણેય યુવકો જમ્મૂના હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
