For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ, વિશ્વના આ શહેરો પર વરસી રહ્યો છે પૂરનો કહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: પૂરથી બેહાલ જમ્મૂ-કાશ્મીરમાં હજુ સુધી પણ સ્થિતી ગંભીર છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવકાર્ય હેઠળ 23,000થે વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા લોકોને કાઢવા માટે જોરદાર રાહત તથા બચાવ કાર્ય અભિયાન ચાલુ છે. પરંતુ હજુસુધી પણ લાખો લોકો ફસાયેલા છે. શ્રીનગરના મોટાભાગના વિસ્તારો પણ જળમગ્ન છે. રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ પડી ગયા છે, બિલ્ડિંગો ધ્વસ્ત થઇ રહી છે અને ખેતીવાડી ડૂબી ચૂકી છે. અહીંના પરિદ્રધ્યની કલ્પના પણ દર્દ આપનાર છે. જમ્મૂ-કાશ્મીરમાં પૂરના લીધે અત્યાર સુધી 200 વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

તો બીજી તરફ પડોશી દેશ પાક્સિતાનના પણ કેટલાક વિસ્તારો પૂરની ચપેટમાં છે. પાક્સિતાનમાં પૂરના લીધે 200થી વધુ લોકો મૃત્યું પામ્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે ફક્ત ભારત અને પાકિસાન જ નહી, પરંતુ વિશ્વના ઘણા દેશ અત્યારે પૂરના કહેરનો સામનો કરી રહ્યાં છે. ચીન હજુ સુધી પૂરના આતંકમાં બહાર નિકળ્યું જ હતું, કે ભારત, પાકિસ્તાન સહિત સંયુક્ત રાજ્ય અમેરિકાના એરિજોના રાજ્યમાં પણ તબાહીનો આતંક ફેલાયેલ છે.

તસવીરોમાં જુઓ, વિશ્વના તે શહેરોમાં પૂરનો કહેર

જમ્મૂમાં તબાહી

જમ્મૂમાં તબાહી

જમ્મૂ-કાશ્મીરમાં હજુ સુધી પૂરની સ્થિતી ગંભીર છે. બચાવ કાર્ય હેઠળ અત્યાર સુધી 23,000 લોકોને વિસ્થપિત કરવામાં આવ્યા છે.

તબાહીનું દ્રશ્ય

તબાહીનું દ્રશ્ય

જમ્મૂ-કાશ્મીરમાં રાહત તથા બચાવ કાર્ય પણ ચાલું છે. પરંતુ હજુ સુધી પણ લાખો ફસાયેલા છે.

કાશ્મીરમાં કયામત

કાશ્મીરમાં કયામત

નેવીના મરીન કમાંડોએ પણ રાજ્યમાં મોરચો સંભાળી લીધો છે. વાયુસેનાના હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા દિવસ-રાત એક કરીને પૂરમાં ફસાયેલા લોકોને કાઢવામાં સેના લાગેલી છે.

પાકમાં પણ પૂર

પાકમાં પણ પૂર

પડોશી દેશ પાકિસ્તાનની પણ પૂરના લીધે સ્થિતી ખરાબ છે. પાકિસ્તાનમાં આ પૂરના લીધે અત્યાર સુધી 200થી વધુએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાનમાં તબાહીનું દ્રશ્ય

પાકિસ્તાનમાં તબાહીનું દ્રશ્ય

પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીરમાં પણ બચાવ તથા રાહત કાર્ય ચાલુ છે. અહીં જાનમાલને ખૂબ નુકસાન થયું છે.

હજારો બેઘર

હજારો બેઘર

આ વિસ્તારોમાં હજારો ઘર તબાહ થઇ ચૂક્યાં છે અને લાખો ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 130થી વધુ અને લગભગ 70 લોકો પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને અન્ય જગ્યાએ મૃત્યું પામ્યા છે.

એરિજોનામાં પૂર

અમેરિકાના એરિજોનામાં પણ પૂરનો કહેર જોરદાર જોવા મળી રહ્યો છે. અહીં રસ્તાઓ ડૂબી ગયા છે.

વેગાસનો નજારો

રસ્તાઓ, ઘર બધુ પાણીમાં ડુબાયેલું જોવા મળે છે. અહીં પણ રાહતકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

ઘણા વિસ્તારોમાં પૂરનો કહેર

એરિજોનાના ફોનિક્સમાં પૂરનો ખૂબ કહેર જોવા મળી રહ્યો છે. જ્યાં ઘણા વિસ્તારોમાં લોકો ફસાયેલા છે.

English summary
Not only in Kashmir and Pakistan, but flood has devastated many cities of the world this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X