પુલવામાં હુમલો: મારા પતિને મારનારની લાશો બિછાવી દો

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરીની સાંજે સીઆરપીએફ કાફલામાં પર થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના 5 જવાનો શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરીની સાંજે સીઆરપીએફ કાફલામાં પર થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના 5 જવાનો શહીદ થયા છે. શહીદોના પાર્થિવ દેહ શનિવારે તેમના ઘરે પહોંચશે. જયારે બીજી બાજુ આતંકીઓ વિરુદ્ધ શહીદોના પરિવારમાં જોરદાર ગુસ્સો છે.

રાજસ્થાનના કોટા જિલ્લાના સંગોડના શહીદ હેમરાજ મીણાની પત્નીએ સરકારને કહ્યું છે કે તેમને પુલવામાં હુમલામાં સરકારની નિંદા નથી જોઈતી. જો સરકાર કઈ કરવા જ માંગે છે તો બસ આટલું કરે કે જેને પણ આવું કામ કર્યું છે તે બધા જ આતંકીને મારી નાખે, તેમની લાશો બિછાવી નાખે.

આ પણ વાંચો: સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો

આતંકીઓના આકાઓને જોરદાર જવાબ આપો

આતંકીઓના આકાઓને જોરદાર જવાબ આપો

મીડિયા રિપોર્ટ અનુસાર હેમરાજ મીણાની શહાદતની ખબર મળ્યા પછી આખી રાત હિમ્મત દેખાવનાર વીરાંગના મધુ આખરે સવારે તૂટી ગઈ. જયારે પણ તેને હોશ આવતો ત્યારે તે માંગ કરતી કે આતંકવાદ અને આતંકીઓને શરણ આપતા આકાઓને જવાબ આપો, ત્યાં સુધી મોઢું નહીં બતાવતા.

દીકરા બોલ્યા, અમે પપ્પાની શહાદતનો બદલો લઈશુ

દીકરા બોલ્યા, અમે પપ્પાની શહાદતનો બદલો લઈશુ

શહીદ હેમરાજ મીણાના બે દીકરા ઋષભ અને અજય છે. બંને બાળકોના દિલમાં પણ જબરજસ્ત ગુસ્સો છે. અજયે મીડિયામાં જણાવ્યું કે તે મોટો થઈને ભારતીય સેનામાં જશે અને પિતાની શહાદતનો બદલો લેશે. જયારે શહીદની દીકરી રીનાએ જણાવ્યું કે દેશના નેતા કઈ નથી કરતા શહાદત પર આંસુ પાડવા આવે છે. પરંતુ ત્યારપછી કોઈ શહીદના પરિવારની ખબર પણ નથી લેતું.

પુલવામાં એટેકમાં રાજસ્થાનના આ સપૂત પણ શહીદ થયા

પુલવામાં એટેકમાં રાજસ્થાનના આ સપૂત પણ શહીદ થયા

પુલવામાં હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા છે જેમાં રાજસ્થાનના 5 શહીદો પણ છે. આતંકી હુમલા વિરુદ્ધ આખા રાજસ્થાનમાં ખુબ જ ગુસ્સો છે. લોકો રસ્તા પર ઉતરીને પાકિસ્તાન સામે નારેબાજી કરી રહ્યા છે. તેઓ પીએમ મોદી પાસે પુલવામાં હુમલાનો બદલો લેવાની માંગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X