For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સત્તાની ઇચ્છાના કારણે અડવાણી ભારત આવ્યા'

By Super
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરીઃ કોંગ્રેસી નેતા શકીલ અહેમદે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર એક વિવાદિત નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા છે. આ નિવેદન તેમણે એ સમયે કર્યું જ્યારે તેઓ સીકરમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે જો તેઓ હિન્દુઓને હિન્દુઓની ચિંતા હોત તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સેવા કરતા.

શકીલ અહેમદે કહ્યું કે, અડવાણી પાકિસ્તાનમાં જનમ્યા જ નથી પરંતુ બીએ સુધીનો અભ્યાસ પણ તેમણે પાકિસ્તાનમાં જ કર્યો છે. માત્ર અડવાણીની લોની ડિગ્રી બોમ્બેની કોઇ લો કોલેજની છે. શકીલે કહ્યું છે કે બીએ પાસ કર્યા બાદ વ્યક્તિને ભાન આવે છે, સમજવાની વિચારવાની ક્ષમતા આવી જાય છે. બીએ પાસ કર્યા બાદ અડવાણીના મનમાં ઇચ્છા થઇ કે તે હિન્દુ સમાજની સેવા કરે.

શકીલ અહેમદે આરોપ લગાવતા કહ્યું છે કે પાકિસ્તાનમાં 3 ટકા હિન્દુઓ રહે છે અને તે હિન્દુસ્તાનના હિન્દુઓ કરતા વધારે દુઃખી છે. જો ખરેખર અડવાણીએ હિન્દુ સમાજની સેવા કરવી હતી તો તે પોતાના ઘરના દુઃખી હિન્દુઓની સેવા કરતા, પરંતુ ત્યાં સેવાના બદલે મેવા ના મળત. એમપી, એમએલએ અને પ્રધાનમંત્રીના ઉમેદવાર ના બનત એટલે તેઓ હિન્દુસ્તાન આવતા રહ્યાં. તેમણે કહ્યું કે અડવાણી હિન્દુ સમાજની સેવા નહીં પોતાની સેવા કરવા માટે ભારત આવ્યા છે.

English summary
Shakeel Ahmed targets LK Advani in his speech, said that advani came to india for want to power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X