Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શક્તિ મિલ ગેંગરેપ: ત્રણેય આરોપીઓને ફાંસીની સજા

મુંબઇ, 4 એપ્રિલ: શક્તિ મિલ ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. મુંબઇની એક કોર્ટે આ ત્રણેય આરોપીઓને 'રેયરેસ્ટ ઓફ રેયર' ગણાવતાં મોતની સજા સંભળાવી છે. ચોથા આરોપીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આવું પ્રથમવાર બન્યું છે કે બળાત્કાર પીડિત જીવિત રહેતાં પણ બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય.

મુંબઇની બંધ પડેલી શક્તિ મિલમાં ફોટોગ્રાફી કરવા માટે ગયેલી એક પત્રકાર સાથે વિજય જાધવ, કાસિમ શેખ, સલીમ અંસારી અને મોહંમદ અશફાક શેખે બળાત્કાર ગુજાર્યો હતો. જજ શાલિનીએ કહ્યું હતું કે આ દોષીઓને જે નિર્દયતા પીડિતા સાથે બતાવી છે તે ગુનાને 'રેયરેસ્ટ ઓફ રેયર'ની કેટગરીમાં મુકી શકાય છે, એટલા માટે તેમને મોતની સજા સંભળાવવામાં આવે છે.

આ ચારમાંથી ત્રણ (વિજય જાધવ, કાસિમ શેખ અને સલીમ અંસારી)એ આ પહેલાં ટેલિફોન ઓપરેટર રેપ કેસમાં પણ દોષી ગણવામાં આવ્યા હતા અને ઉંમરકેદની સજા આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પ્રથમવાર રેપના આરોપીઓને કલમ 376 ઇ હેઠળ દોષી ગણવામાં આવ્યા હતા. આ કલમ ગુના કરવાની ટેવવાળાઓ પર લગાવવામાં આવે છે.

ત્રણેય બળાત્કારીઓએ 31 જુલાઇ 2013ના રોજ એક ટેલિફોન ઓપરેટરની સાથે ગેંગરેપ ગુજાર્યો હતો અને ત્યારબાદ 22 ઓગષ્ટના રોજ 2013ના રોક ફોટો જર્નાલિસ્ટની સાથે ગેંગરેપ કર્યો. સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે 'અમે કોર્ટમાં જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓને ગાંસીની સજા યોગ્ય રહેશે. તેના અમે 10 કારણો જણાવ્યા. પહેલું એ કારણ હતું કે જ્યારે આ માઇનોર હતા, ત્યારે તેમણે ચોરીના ગુનામાં સજા થઇ ચૂકી છે. ત્યારબાદ તેમણે ગેંગરેપ જેવો ગુનો આચર્યો, એટલા માટે તેમાં સુધારની કોઇ આશા નથી.

ગેંગરેપ બાદ આ છોકરાઓએ પીડિતાનો મજાક ઉડાવ્યો અને તેને યાતનાઓ પણ આપી. ઉજ્જવલ નિકમે જણાવ્યું કે છોકરી તેમના પગ પકડી રહી હતી અને એક આરોપીએ બળાત્કાર કરતી વખતે કહ્યું હતું 'અમે એકદમ શૈતાની, હરામી લોકો છીએ. અમે આ સ્થળે કેટલીક છોકરીઓ સાથે બળાત્કાર ગુજાર્યા છે તેમછતાં અમે કોઇની પકડમાં આવ્યા નથી. આ એ દર્શાવે છે કે આ લોકોને કાયદાનો કોઇ ડર નથી અને આ શૈતાનોને ફાંસીની સજા આપવી જોઇએ.'

બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે દોષીઓની નાની ઉંમરને જોતાં તેમને સજા આપતી વખતે નરમાઇ વર્તવામાં આવે. કોર્ટે આ અપીલને નકારી કાઢતાં કહ્યું હતું કે તેમણે આકરી સજા સંભળાવીને આખા સમાજને એક સંદેશ આપવો જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X