શિવસેના સાંસદનો કંગના પર તીખો હુમલો, કોના પગ ચાટવાથી પદ્મશ્રી મળ્યો?

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે.

મુંબઈ, 18 નવેમ્બર : બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે. પોતાના નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી કંગનાએ ભૂતકાળમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેને કહ્યું હતું કે એવા પુરાવા છે કે મહાત્મા ગાંધી ભગત સિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલું જ નહીં, અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી અને અન્ય લોકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે સંમત થયા હતા. હવે કંગનાના આ નિવેદનની વ્યાપક નિંદા થઈ રહી છે.

Kripal Tumane

ગુરુવારે મુંબઈ એરપોર્ટથી નીકળતી વખતે શિવસેનાના સાંસદ ક્રિપાલ તુમાનેએ કંગના રાણાવતના નિવેદનની નિંદા કરી અભિનેત્રીને આડે હાથ લીધી. કૃપાલ તુમાનેએ કહ્યું કે, જો મહાત્મા ગાંધી સત્તાના લોભી હોત તો તે સમયે વડા પ્રધા-રાષ્ટ્રપતિ બધુ જ બની શક્યા હોત. કંગના રાણાવતને શું કરીને પદ્મશ્રી મળ્યો, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી પદ્મશ્રી મળ્યો તે દિલ્હીના તમામ સાંસદો અને ધારાસભ્યો આ સારી રીતે જાણે છે. આવી મહિલા વિશે વાત કરવી તુચ્છ ગણાશે, આવી તુચ્છ મહિલા વિશે કશું કહેવા નથી માગતો.

કંગના રાણાવતને સમર્થન ન આપવા અને તેના પૂર્વગ્રહો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત ન કરવા પર મહુઆ મોઇત્રાએ કહ્યું કે, માફ કરજો, તો પછી મારે દરેક સનકી માટે ઊભા રહેવું જોઈએ? મને દરેક યોગ્ય વિચાર ધરાવતા ભારતીય માટે બોલવા માટે પસંદ કરવામાં આવી છે. હાલ દેશમાં અત્યારે દરેક સંઘી દરેક સનકીની રક્ષા કરે છે, તેના બચાવ માટે તેમના પોતાના ઘણા લોકો હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X