મમતા બેનર્જીને ઝાટકો, 3 ટીએમસી વિધાયકો ભાજપમાં શામિલ
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે મમતા બેનર્જીના કિલ્લામાં ઘુસી છે, ત્યારપછી મમતા બેનર્જી માટે આવનારી ચૂંટણીમાં પોતાની સરકાર બચાવવી એક પડકાર બની ચુક્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે મમતા બેનર્જીના કિલ્લામાં ઘુસી છે, ત્યારપછી મમતા બેનર્જી માટે આવનારી ચૂંટણીમાં પોતાની સરકાર બચાવવી એક પડકાર બની ચુક્યો છે. બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, પરંતુ આ પહેલા જ પાર્ટીની મુસીબતો વધી ચુકી છે. 3 ટીએમસી વિધાયકો ભાજપમાં શામિલ થવા જઈ રહ્યા છે. ત્રણે વિધાયકો દિલ્હી જવા માટે નીકળી ચુક્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શામિલ થશે તેવી ચર્ચા પણ છે. તેમાં પાર્ટીથી કાઢવામાં આવેલા નેતા શુભાંશુ રાય પણ શામિલ છે.

મળતી જાણકારી અનુસાર ત્રણે નેતાઓ ભાજપા નેતા મુકુલ રાય સાથે દિલ્હી જવા નીકળી ચુક્યા છે. આપને જણાવી દઈએ એક મુકુલ રાય વર્ષ 2017 દરમિયાન ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્રણે વિધાયકો જેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે, તેઓ બારકપુર લોકસભા સંસદીય ક્ષેત્રમાં આવે છે. આપને જણાવી દઈએ કે શુભાંશુ રાય મુકુલ રાયના દીકરા છે, જેમને ટીએમસી ઘ્વારા શુક્રવારે 6 વર્ષ સુધી કાઢી મુકવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમને પાર્ટી વિરોધી નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: મમતાની ધમકી, 1 સેકન્ડમાં ભાજપા કાર્યાલય પર કબ્જો કરી શકું છું
આપને જણાવી દઈએ કે શુભાંશુ રાય બીજપુર વિધાનસભા સીટથી વિધાયક છે, જયારે સુનિલ સિંહ જેઓ અર્જુન સિંહના સંબંધી છે, તેઓ નોપરાથી વિધાયક છે. જયારે શિભદ્રા દત્તા બરાકપુર વિધાનસભા ક્ષેત્રથી વિધાયક છે. આ ત્રણે ટીએમસી છોડીને ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટોમાંથી ભાજપે 18 સીટો જીતી છે, જયારે ટીએમસી 22 સીટો જીતી શકી છે જયારે કોંગ્રેસે 2 સીટો જીતી છે.
આ પણ વાંચો: ટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ












Click it and Unblock the Notifications
