દિલ્હી મેટ્રો સ્ટેશન પાસે 15 રાઉન્ડનું ફાયરિંગ, એક બદમાશની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હી ના એક ખૂબ જ વ્યસ્ત અને પૉશ વિસ્તારમાં સોમવારે સવારે પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થઇ હતી. અથડામણ બાદ પોલીસે 25 હજારનું ઇનામ ધરાવતા બદમાશ અકબરની ધરપકડ કરી હતી, જો કે તેનો સાથીદાર રાશિદ ભાગી નીકળ્યો હતો. પોલીસે આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે અને રાશિદની શોધખોળ થઇ રહી છે.

delhi police

ઉપલબ્ધ જાણકારી અનુસાર, દિલ્હીના નેહરુ પ્લેસ વિસ્તારની સવાર ગોળીઓના ગડગડાટ સાથે થઇ. બે બદમાશોનો પીછો કરી રહેલી પોલીસ ટીમ પર મેટ્રો સ્ટેશન પાસે બદમાશોએ ફાયરિંગ કર્યું. જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન લગભગ 15 રાઉન્ડ ફાયરિંગ થયું. આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પણ ખબર છે.

અહીં વાંચો - અફઘાનિસ્તાનમાં હિમપ્રપાતને કારણે 100 લોકોનું મૃત્યુ, ભારતમાં એલર્ટ

ગોળીઓનો અવાજ સાંભળી આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. જલ્દી જ પોલીસે બેમાંથી એક બદમાશની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બીજો બદમાશ ભાગી નીકળ્યો હતો. ધરપકડ કરાયેલા બદમાશનું નામ અકબર હોવાનું જાણવા મળ્યું છે, પોલીસ અનુસાર આ બદમાશના નામે 25 હજાર રૂપિયાનું ઇનામ છે. પોલીસ બીજા બદમાશની તપાસ કરી રહી છે.

English summary
After shootout near Nehru Place Metro Station in Delhi, Police nabbed criminal Akbar, carrying a reward of Rs25k on his head.
Please Wait while comments are loading...