ભાજપમાં સામેલ થઈ જાણીતી ડાન્સર સપના ચૌધરી, રાજકારણની સફર શરૂ
દિલ્હીમાં ભાજપના સભ્ય પદ અભિયાનમાં હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીએ ભાજપનું સભ્ય પદ લીધું છે.
દિલ્હીમાં ભાજપના સભ્ય પદ અભિયાનમાં હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીએ ભાજપનું સભ્ય પદ લીધું છે. ભાજપનું આ સદસ્યતા અભિયાન જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયો હતો. જેમાં શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના મહાસચિવ રામલાલ અને મનોજ તિવારી જેવા ભાજપના મોટા દિગ્ગજો સામેલ થયા હતા, જેમની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થયા. તમને જણાવી દઈએ ભાજપ આખા દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે.
આ પણ વાંચો: BJP સાંસદ સની દેઓલનું સાંસદ પદ બચવું મુશ્કેલ છે, જાણો વિગત

સપના ચૌધરીની રાજકીય ઈનિંગ શરૂ
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી સપના ચૌધરી ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા ચાલી રહી હતી. લોકસભાની ચૂંટમી દરમિયાન તે ભાજપના નેતા મનોજ તિવારીના રોડ શોમાં પણ દેખાઈ હતી. જો કે ત્યારે સપના ચૌધરીએ ભાજપમાં સામેલ થવા અંગે કોઈ નિવેદન નહોતું આપ્યું.

ભાજપના નેતા મનોજ તિવારીએ આપ્યા હતા સંકેત
પરંતુ કેટલાક દિવસો પહેલા એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું હતું કે હું તમને એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું, જાણીતી સિંગર સપના ચૌધરી મંગળવારે ભાજપમાં સામેલ થશે. તમને જણાવી દઈએ કે આ જ વર્ષે માર્ચ મહિનામાં સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થશે તેવા અહેવાલ આવ્યા હતા, જે બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્રે સપના ચૌધરીનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જો કે સપના ચૌધરીએ બીજા જ દિવસે આ અહેવાલ ફગાવી દીધા હતા અને કોંગ્રેસ તરફથી અફવા ફેલાવાતી હોવાનું કહ્યું હતું.

કોંગ્રેસેને સપનાને ગણાવી હતી ખોટી
એટલે સુધી કે કોંગ્રેસે સપનાના નિવેદનને ખોટા સાબિત કરવા માટે તેની અને પ્રિયંકા ગાંધીની એક તસવીર શૅર કરી હતી. પરંતુ સપનાએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી સાથે તેમનો ફોટો ખૂબ જ જૂનો છે, અને તે કોંગ્રેસમાં સામેલ નથી થઈ. જો કે કેટલાક મીડિયા અહેવાલમાં કહેવાયું હતું કે સપના કોંગ્રેસની ટિકિટ પર મથુરાથી ચૂંટણી લડવા ઈચ્છતી હતી, પરંતુ તેને ટિકિટ ન અપાતા તે પોતાના નિવેદન પરથી ફરી ગઈ અને કોંગ્રેસમાં સામેલ થવાની વાત ફગાવી દીધી હતી.

મનોજ તિવારી સાથેનો ફોટો થયો હતો વાઈરલ
આ હોબાળા બાદ સપના ચૌધરીનો મનોજ તિવારી સાથેનો ફોટો સામે આવ્યો હતો, જે બાદ તે ભાજપમાં જોડવાની હોવાની ચર્ચા શરૂ થઈ હતી, જે ચર્ચા આજે સાચી સાબિત થઈ છે.

ઈન્ટરનેટ સેન્સેશનના નામે ફેમસ છે સપના ચૌધરી
તમને જણાવી દઈે કે આજે હરિયાણાની આ ડાન્સર સપના ચૌધરી ઈન્ટરનેટ સેન્સેશન અને હૉટ બેબના નામે જાણીતી છે. સપના ચૌધરીનો જન્મ 1990માં રોહતકમાં હરિયાણાના મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ પિતાના અચાનક મૃત્યુ બાદ સપનાના ઘરની આર્થિક સ્થિતિ વધુ કથળી. પરિણામે સપનાએ સ્ટેજ પર ડાન્સ કરવાનું કામ સ્વીકાર્યું. તેમણે રોહતકથી અભ્યાસ કર્યો છે.
|
આજે રુપેરી પડદાનું મોટું નામ છે સપના
જો કે સપના ચૌધરીએ ખૂબ જ ઓછા સયમમાં પોતાની કલાથી હરિયાણાની ડાન્સર તરીકે પોતાને સ્થાપિત કરી લીધી. 2017માં સ્યુસાઈડ અટેમ્પ બાદ તેના પર મીડિયાનું અટેન્શન આવ્યું. બાદ માં તેમને રિયાલિટી શૉ બિગ બોસનું આમંત્રણ મળ્યું અને તે 7 અઠવાડિયા સુધી શોમાં ટકી રહી. આ વર્ષે સપના ચૌધરીને બોલીવુડની બે ફિલ્મો પણ મળી છે અને તે પંજાબી ફિલ્મમાં પણ કામ કરી રહી છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
