For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં નરેન્દ્ર મોદીની નકારાત્મક તસવીર નાખવા બદલ 6ની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ત્રિસૂર, કેરળ, 12 જૂન : કરેળમાં એક સરકારી પોલિટેક્નિક કોલેજના ચાર વિદ્યાર્થીઓ સહિત છ લોકોને પોતાની કોલેજના મેગેઝિનમાં એડોલ્ફ હિટલર, જ્યોર્જ બુશ, ઓસામા બિન લાદેન અને અન્યોની સાથે ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર નકારાત્મક ચહેરાની એક યાદીમાં મુકી હોવાથી વડાપ્રધાનની માનહાનિ કરવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ સંદર્ભમાં બુધવારે રાત્રે એક વ્યાખ્યાતા અને સ્ટાફ એડિટર ગોપી તથા મેગેઝિનના ડિઝાઇનર રાજીવનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે કોલેજના આચાર્ય એમએન કૃષ્ણનકુટ્ટી બિમાર હોવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી નથી. કુટ્ટી એ સાત લોકોમાં સામેલ છે જેમની સામે ગઇ 10 જૂનના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે પાછળથી તમામ આરોપીઓને જમાનત પર મુક્ત કરવામાં આવ્યા હતા.

kerala

આ લોકોને યુવા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ કે કે અનીશકુમારની ફરિયાદ પર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાલે કેરળના ત્રિશુરમાં આવેલી પોલીટેકનિક કોલેજમાં છાપો મારીને મેગેઝિનના 392 નકલો, એક કોમ્પ્યુર અને એક મેગેઢિન ડિઝાઇનની હાર્ડ ડિસ્ક કબ્જે કરી છે.

કોલેજના અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન મેગેઝિનના મુદ્રણ અને પ્રકાશન સાથે જોડાયેલા પાંચ વિદ્યાર્થીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ ડાબેરી સમર્થક વિદ્યાર્થી સંઘના કાર્યકર્તાઓ છે.

English summary
Six booked for defaming Narendra Modi in college magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X