અચ્છે દિન: ભષ્ટ્ર કર્મચારીઓ માટે મોદી સરકારે બદલાયો આ કાયદો

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રની મોદી સરકારે સરકારી કાર્યાલયોના ભષ્ટ્ર કર્મચારીઓ સાથે જોડાયેલા એક કાનૂનમાં સંશોધન એટલે કે બદલાવ કર્યો છે. સરકારના આ પગલાંથી હવે આવનારા સમયમાં ભષ્ટ્ર કર્મચારીઓના બહુ દિવસ સુધી સારા દિવસ નહીં માણી શકે. મોદી સરકારે 50 વર્ષ જૂના આ કાનૂનમાં બદલાવ લાવતા ભષ્ટ્ર કર્મચારીઓની સામે દાખલ કરેલી ફરિયાદના કેસની તપાસ 6 મહિનાની અંદર કરવાનું કહ્યું છે. ફરિયાદ દાખલ કર્યા પછી ભષ્ટ્ર કર્મચારીઓ સામે જે લાંબા સમયથી કેસ પેન્ડિંગ રહેતા હતા તેમાં હવે 6 મહિનાની અંદર તપાસ કરી નિરાકરણ લાવવું પડશે. કેન્દ્ર સરકારે પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ (DOPT)ને સેન્ટ્રલ સિવિલ સર્વિસેસ રુલ્સ 1965માં બદલાવ લાવ્યો છે. જેના અંતર્ગત ભષ્ટ્રાચારના ગંભીર આરોપોના મામલે 6 મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો રહેશે. જો કે આ નવા નિયમમાં IAS, IPS, IFS સમતે અન્ય સ્તરના અધિકારીઓને છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર પણ પોતાની રીતે ભષ્ટ્રાચારને નાથવા માટે કામ કરી રહી છે.

money

ચંદ્ર બાબુ નાયડૂની આંધ્રપ્રદેશ સરકાર એક યોજના ચલાવી રહી છે જેના દ્વારા અત્યાર સુધીમાં 12 લોકોને લાંચની રકમ પરત કરવામાં આવી છે. People First નામના આ અભિયાન હેઠળ 1100 નંબર પર ફોન કરી લોકો લાંચની ફરિયાદ નોંધાવે છે. અને પછીથી તપાસ કરીને સંબંધિત લોકો જોડેથી લાંચની રકમ પરત કરવામાં આવે છે. આ નંબર પર કોલ રિસિવ કરવા માટે 750 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. આમ અલગ અલગ સરકાર દ્વારા ભષ્ટ્રાચાર નામના દાનવને નાથવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

English summary
Six-month time to probe corruption cases, govt amends rules. Read here more.
Please Wait while comments are loading...