For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિગરેટ પર ટેક્સ લગાવી રોકાણકારોના પૈસા ચુકવશે મમતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mamata-banerjee
કલકત્તા, 25 એપ્રિલ: શારદા ગ્રુપ દ્રારા સંચાલિત ચિટફંડ કંપનીમાં રોકાણ કરીને નાણા ગુમાવનાર રોકાણકારોને રાહત આપવા માટે પશ્વિમ બંગાળ સરકાર 500 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ આશયથી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ આ ભંડોળ માટે ધન પુરું પાડવા માટે સિગરેટ પર 10 ટકાનો ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે.

રાજ્ય સચિવાલય રાઇટર્સ બિલ્ડિંગમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે પોતાનું ધન ગુમાવનાર નાના તથા મોટા રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાના રાહત ભંડોળ એકઠું કરીશું. જેથી પરેશાન આમ જનતાને મદદ મળશે. આ ભંડોળ માટે ધન એકઠું કરવા માટે અમે સિગરેટ પર 10 ટકાનો ટેક્સ લગાવીશું. આનાથી આપણને 150 કરોડ રૂપિયાની આવક થશે. બાકીની રાશિ એકઠી કરવા માટે અન્ય સંસાધનોની મદદ લઇશું.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે કલકત્તા હાઇકોર્ટના સેવાનિવૃત જજ શ્યામલાલ સેનની અધ્યક્ષતાવાળી આયોગની ભલામણ પર રોકાણકારોનું ભંડોળ ચુકવવામાં આવશે. આરબીઆઇ અથવા અન્ય કેન્દ્રિય એજન્સીઓ તરફથી કાર્યવાહી ન થવાના પ્રશ્નના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચિટફંડ ગોટાળામાં કોઇપણ પ્રકારની સંડોવણી જોવા મળતાં તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પશ્વિમ બંગાળ પોલીસનો બચાવ કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે પોલીસે સુદીપ્તો સેન ઉપરાંત આ કંપની અન્ય મુખ્ય બે અધિકારીઓને પહેલાંથી જ પકડી પાડ્યાં છે. તેમને એમપણ કહ્યું હતું કે ચિટફંડ સંબંધી નિયમનને લઇને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે તે તૈયાર છે અને આ મુદ્દે તે જલદી જ ચિટફંડ સંબંધી કાયદો બનાવવામાં આવશે. નુકસાનને ઓછું કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ડૂબેલી કંપનીના રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાનું રાહત ભંડોળ એકઠું કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઇન્કમ ટેક્ષ વિભાગ આ મુદ્દે દરેક લેણદેણની તપાસ કરશે.

શારદા ગ્રુપના અધ્યક્ષ વિશે પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે અમે જાણતા ન હતા કે તે માણસ દગાબાજ છે. તેમને કહ્યું હતું કે તેમની પાર્ટી અને શારદા ગ્રુપ વચ્ચે કોઇ સંબંધ નથી આ દરમિયાન સુદીપ્ત સેન અને શારદા ગ્રુપના અન્ય બે અધિકારીને લઇને પશ્વિમ બંગાળ પોલીસ કલકત્તા રવાના થઇ ગઇ છે. કોંગ્રેસે કહ્યું હતું કે આ ગોટાળાની સીબીઆઇ તપાસ થવી જોઇએ કારણે આમાં તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓ સામેલ હોવાના સમાચાર છે.

English summary
The West Bengal government is setting up a Rs 500 crore fund to provide relief to depositors who have lost money by investing in chit funds run by the Saradha Group.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X