હારવાની બીકે 15 વર્ષ પછી વાયનાડ ભાગ્યા રાહુલ: સ્મૃતિ ઈરાની

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી રાહુલ ગાંધી સામે ફરી એક વાર ઉભા કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી રાહુલ ગાંધી સામે ફરી એક વાર ઉભા કર્યા છે. અમેઠીથી ઉમેદવાર જાહેર થયા પછી સ્મૃતિ ઈરાની પોતાના બે દિવસના અમેઠીના પ્રવાસે છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેરળના વાયનાડથી ચૂંટણી લડવા પર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ

રાહુલ ગાંધીએ અમેઠીની જનતાનું અપમાન કર્યું

રાહુલ ગાંધીએ અમેઠીની જનતાનું અપમાન કર્યું

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લખનવ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લડવાના સવાલ પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, 15 વર્ષ સુધી અમેઠીની જનતાના સહારે સત્તાનું સુખ ભોગવ્યા પછી હવે તેઓ બીજે ક્યાંક ભાગી રહ્યા છે. આ અમેઠીની જનતાનું અપમાન છે. તેમને કહ્યું કે આવનારા સમયમાં અમેઠીની જનતા તેમને પાઠ ભણાવશે.

રોડ માર્ગે અમેઠી પહોંચશે

રોડ માર્ગે અમેઠી પહોંચશે

આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની લખનવમાં એરપોર્ટ પર ઉતર્યા પછી રોડ માર્ગે અમેઠી પહોંચશે. આજે તેઓ અમેઠી સંસદીય ક્ષેત્રના સલોન વિધાનસભાના પરસદેપુરથી પ્રચારની શરૂઆત કરશે. પરસદેપુર જ્ઞાન ભારતી ઇન્ટર કોલેજમાં કિસાન સંમેલનમાં તેઓ હાજરી આપશે.

હારવાની બીકે વાયનાડ ભાગ્યા રાહુલ: સ્મૃતિ ઈરાની

હારવાની બીકે વાયનાડ ભાગ્યા રાહુલ: સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે હારવાની બીકે રાહુલ ગાંધી વાયનાડ ભાગી રહ્યા છે. સ્મૃતિ ઈરાની વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે અમેઠીથી લડ્યા હતા. રાહુલ ગાંધીને અમેઠીથી જોરદાર ટક્કર આપવા છતાં તેઓ જીતી શક્યા ના હતા.

ટવિટ કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ,અમેઠી જતા સમયે રાહુલ ગાંધી પર ટવિટ કરીને પ્રહાર કર્યો છે. તેમને લખ્યું કે એક બીજું દેશ વિરોધી તાકાતોનો સહારો રાહુલ ગાંધી લઇ રહ્યા છે, જયારે વર્ષ 2017 ના ગૌરીરંજ વિધાનસભા થી બસપાના ઉમેદવાર કિશોર તિવારી રાષ્ટ્રને મજબૂત કરવાની ભાવનાથી આજે ભાજપ પરિવારમાં જોડાઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X