For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો ભારે વરસાદ ફરીથી કોલસાની કટોકટી સર્જશે?

કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે દેશમાં કોલસાની કટોકટી ધીમે ધીમે સુધરી રહી હતી પરંતુ ત્યારબાદ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો. હવામાન વિભાગે 21 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર : કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે દેશમાં કોલસાની કટોકટી ધીમે ધીમે સુધરી રહી હતી પરંતુ ત્યારબાદ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો. હવામાન વિભાગે 21 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે પણ કેટલાક રાજ્યોમાં વરસાદની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. આમાં એવા રાજ્યો છે જ્યાંથી કોલસાનું ઉત્પાદન થાય છે. સમસ્યા એ જ છે કે હવે કોલસાના ઉત્પાદન પર ફરીથી અસર થશે, આ અછત ધીમે ધીમે પુરી થઈ રહી હતી.

કોલસા ઉત્પાદક રાજ્યોમાં વરસાદની આગાહી

કોલસા ઉત્પાદક રાજ્યોમાં વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે સોમવારે જારી કરેલા બુલેટિનમાં આગાહી કરી છે કે મંગળવાર સુધી ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી શકે છે. આ તમામ રાજ્યો કોલસા ઉત્પાદક રાજ્યો છે. નોંધનીય છે કે વરસાદને કારણે કોલસાનો પુરવઠો પહેલેથી જ પ્રભાવિત થઈ ચૂક્યો છે અને હવે વરસાદને કારણે પરિસ્થિતિ ફરી ખરાબ થવાની ધારણા છે. નોંધનીય છે કે દેશમાં છેલ્લા ઓગસ્ટથી કોલસાની અછત જોવા મળી રહી છે. દેશમાં કોલસાની માંગની તુલનામાં પુરવઠામાં ઘણી સમસ્યાઓ છે. ચોમાસામાં વધુ પડતા વરસાદને કારણે કોલસાના ઉત્પાદન પર તો અસર થઈ જ છે પરંતુ પુરવઠા પર પણ અસર પડી છે.

રાજ્ય સરકારો મોંઘી વીજળી ખરીદી રહી છે

રાજ્ય સરકારો મોંઘી વીજળી ખરીદી રહી છે

દેશમાં 70% વીજ ઉત્પાદન કોલસા પર આધારિત છે અને તેની અછતને કારણે વીજળીના ભાવમાં સતત વધારો થયો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે એક કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે તેમની સરકાર જે વીજળી 7 રૂપિયા પ્રતિ યુનિટમાં ખરીદતી હતી તે આજે 22 રૂપિયા પ્રતિ યુનિટ ખરીદવી પડી રહી છે. આ બાબત દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જે પહેલેથી જ પેટ્રોલિયમ પેદાશોના ઉંચા ભાવો અને અન્ય માલના વધતા ભાવનો બોજ ઉઠાવી રહ્યું છે.

પાવર પ્લાન્ટ્સ સુધી પુરતો કોલસો પહોંચી રહ્યોં છે

પાવર પ્લાન્ટ્સ સુધી પુરતો કોલસો પહોંચી રહ્યોં છે

કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે વીજ ઉત્પાદન પર પોઝિટીવ અસર દેખાઈ રહી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સોમવારે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ પર સ્પોટ પ્રાઈઝ પ્રતિ કિલોવોટ 3.76 રૂપિયા સુધી આવી ગઈ હતી. જે પાછલા સપ્તાહે 12 વર્ષમાં સૌથી વધુ ઉંચાઈ પર પહોંચ્યા બાજ 77% ઓછી છે. દેખીતી રીતે પાવર પ્લાન્ટની માંગ મોટા પ્રમાણમાં પૂરી થવા લાગી હતી. મુંબઈમાં ઈલરા કેપિટલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ રૂપેશ સાંખેએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સુધરતી જણાય છે અને આશા છે કે વરસાદ તેને બગાડે નહીં. કોલ ઈન્ડિયાએ તેના માટે તૈયાર રહેવું પડશે અને જ્યાં પણ તેનું ઉત્પાદન થઈ શકે છે ત્યાં ઉત્પાદનમાં વેગ લાવવાની જરૂર રહેશે.

વરસાદથી આ ફાયદાની અપેક્ષા

વરસાદથી આ ફાયદાની અપેક્ષા

દેશમાં ચાલી રહેલી વરસાદની સ્થિતિને કારણે કોલસાના પુરવઠા અંગેની ચિંતા ફરી વધવા લાગી છે અને તેના કેટલાક ફાયદા પણ દેખાઈ રહ્યા છે. એક વરસાદને કારણે હવામાનમાં ઠંડક આવી છે, જેના કારણે વીજળીની માંગ ઘટશે. ઉપરથી વરસાદને કારણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે.

English summary
So heavy rains will again create a coal crisis!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X