For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકમાં 14 મિલિયન યુઝર્સની પર્સનલ પોસ્ટ થઈ સાર્વજનિક

ફેસબુકમાં ફરીથી એક વાર મોટી ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ વખતે દુનિયાભરના 1.4 કરોડ ફેસબુક યુઝર્સની પર્સનલ પોસ્ટ સાર્વજનિક રીતે પોસ્ટ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ફેસબુકમાં ફરીથી એક વાર મોટી ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ વખતે દુનિયાભરના 1.4 કરોડ ફેસબુક યુઝર્સની પર્સનલ પોસ્ટ સાર્વજનિક રીતે પોસ્ટ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આનું કારણ ફેસબુકમાં આવેલ સોફ્ટવેર બગ છે. તમામ ફેસબુક યુઝર્સે આ બાબતે પોતાની ફરિયાદ કરતા કહ્યુ કે વ્યક્તિગત રીતે કરવામાં આવેલ મેસેજ સાર્વજનિક રીતે ફેસબુક પર પોસ્ટ થઈ રહ્યા છે.

18 મે થી 27 મે વચ્ચે આવ્યો બગ

18 મે થી 27 મે વચ્ચે આવ્યો બગ

તમામ ફેસબુક યુઝર્સનું કહેવુ છે કે તેમને આ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે જે મેસેજ તે પ્રાઈવેટ રીતે મોકલી રહ્યા છે તે ફેસબુક પર સાર્વજનિક રીતે પોસ્ટ થઈ રહ્યા છે. ફેસબુકમાં આવેલી ટેકનિકલ ખામીનું કારણ સોફ્ટવેર બગ છે. જેના કારણે લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બગ 18 મે થી 27 મે દરમિયાન સક્રિય હતો જેના કારણે આ તમામ મેસેજ લોકો વચ્ચે સાર્વજનિક થઈ રહ્યા હતા.

ફેસબુકે માંગી માફી

ફેસબુકે માંગી માફી

ફેસબુકનું આ સમસ્યા વિશે કહેવુ છે કે આનું સમાધાન કરી લેવામાં આવ્યુ છે અને બગને દૂર કરી દેવામાં આવ્યો છે. વળી, ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે જેમને આ બગને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે દરેકને આ બગ દૂર કર્યા બાદ આની જાણકારી આપી દેવામાં આવી છે. ચીફ પ્રાઈવસી ઓફિસર ઈરિન ઈગૈને જણાવ્યુ કે જે આ સમસ્યાથી પ્રભાવિત થયા છે તેમને આજથી આ બગ વિશે સૂચિત કરી દઈશુ. તેમણે આ સમસ્યા વિશે માફી માંગતા કહ્યુ કે અમે કોશિશ કરીશુ કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યાનો સામનો ન કરવી પડી શકે. ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં જ ફેસબુકના કરોડો યુઝર્સનો ડેટા લીક થયો હતો તે બાદ સતત ફેસબુક પર નજર રાખવામાં આવી રહી છે. લિનોવો, ઓપ્પો, ટીસીએલ, હુવઈની સાથે ફેસબુકની જે જાણકારી વહેંચવામાં આવી રહી છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

સતત લીક થઈ રહ્યા છે ડેટા

સતત લીક થઈ રહ્યા છે ડેટા

તમને જણાવી દઈએ કે થોડા સપ્તાહ પહેલા જ 8.7 કરોડ લોકોના પર્સનલ ડેટા ખોટી રીતે સાર્વજનિક કરવા પર ફેસબુકે આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તમામ મોબાઈલ કંપનીઓ સાથે ફેસબુકના ડેટા લીક થવાના પણ સમાચાર સામે આવ્યા હતા. આ વખતે ડેટા લીક વિશે સરકારે ફેસબુક પાસે જાણકારી માંગી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં એપલ, સેમસંગ, માઈક્રોસોફ્ટ સહિત સ્માર્ટફોન બનાવનાર દુનિયાની લગભગ 60 કંપનીઓના યુઝર્સની જાણકારી લીક થઈ હતી.

English summary
Software bug made private Facebook posts public of 14 million users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X