For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવારે માગ્યુ શ્રીનિવાસનનું રાજીનામુ, કહ્યું શશાંકનું સૂચન યોગ્ય

|
Google Oneindia Gujarati News

sharad pawar
નવી દિલ્હી, 29 મે: એન શ્રીનિવાસનના રાજીનામાની માંગ સતત વધતી જઇ રહી છે. આ વખતે બીજા કોઇએ નહીં પરંતુ બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે માંગ્યું છે. પવારે એક ન્યૂઝ ચેનલને ઇન્ટર્વ્યુમાં જણાવ્યું કે શશાંક મનોહરની વાત યોગ્ય છે કે શ્રીનિવાસને રાજીનામુ ધરી દેવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે શશાંક મનોહરે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલાની તપાસ ગૃહમંત્રાલથી કરાવાની માંગ કરી હતી. પવારે કહ્યું કે જો હું અધ્યક્ષ હોત તો આવું ના થયું હોત.

તેમણે બધા આઇપીએલ મેચોને તપાસના ઘેરામાં લાવવાની માંગ કરી છે કે બધી આઇપીએલ મેચોની તપાસ થવી જોઇએ. તેમણે જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગથી આઇપીએસલ મેચની સાખ પર ધબ્બો લાગી ગયો છે.

આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.

English summary
Former BCCI and ICC chief Sharad Pawar on Wednesday slammed BCCI chief N Srinivasan for the mess Indian cricket was at the moment and called for his resignation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X