લંબાઈ શકે છે લૉકડાઉન, ઘણી રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ
કોરોના મહામારીના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે સરકાર લૉકડાઉનને આગળ લંબાવી શકે છે.
કોરોના મહામારીના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે સરકાર લૉકડાઉનને આગળ લંબાવી શકે છે. મોટા સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે ઘણા બધા રાજ્યો અને વિશેષજ્ઞોએ કેન્દ્ર સરકારને દેશમાં ચાલી રહેલ લૉકડાઉનને લંબાવવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને વિશેષજ્ઞોની સલાહ પર વિચાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે દેશમાં અત્યારે 14 એપ્રિલ સુધી 21 દિવસનુ લૉકડાઉન લાગુ છે. તેમછતાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. સાવચેતી રૂપે ઘણા વિશેષજ્ઞોએ પહેલેથી જ સલાહ આપી હતી કે લૉકડાઉનને લંબાવવો જોઈએ. હવે સમાચાર છે કે ઘણી રાજ્ય સરકારો એ પણ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે કે લૉકડાઉનને લંબાવવામાં આવે. સરકાર આ દિશમાં વિચાર કરી રહી છે.
આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ છે કે જો જરૂર પડી તો આપણે લૉકડાઉનને આગળ લંબાવીશુ. દેશમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 25 માર્ચછી દેશમાં 21 દિવસનુ લૉકડાઉન ઘોષિત કરી દીધુ હતુ. લૉકડાઉનની સીમા 14 એપ્રિલે ખતમ થઈ રહી છે. પરંતુ દેશમાં એ જગ્યાઓએ લૉકડાઉન ચાલુ રાખવામાં આવી શકે છે અત્યારે આ મહામારીના હૉટસ્પૉટ બની ગયા છે.












Click it and Unblock the Notifications
