એસિડ એટેક પીડિતા લક્ષ્મીની દર્દનાક કહાણી

Posted By:
Subscribe to Oneindia News

તે 15 વર્ષની હતી અને મોટી થઇને એક સફળ ગાયિકા બનવા માગતી હતી, પરંતુ માત્ર એક ‘ના' એટલે કે ઇન્કારે તેના બધા જ સપનાઓને તોડી નાંખ્યા અને તેની જિંદગી બદલાઇ ગઇ. તેના પર હુમલો થયો. આ સામાન્ય હુમલો નહોતો, પરંતુ આ એવો હુમલો હતો, જે શરીરની સાથોસાથ આત્માને પણ દઝાડી દે છે. આ હુમલાના જખમનો દુઃખાવો તો એક સમયે ઓછો થઇ જાય છે, પરંતુ તેનું દર્દ આખી જિંદગી રહી જાય છે, જો તેઓ બચી ગયા તો સમાજમાં તેમની જિંદગી નગણ્ય જેવી થી જાય છે. અમે વાત કરી રહ્યાં છીએ એસિડ એટેકની.

જરા વિચારો કે આપણા ચહેરા પર કોઇ દાગ રહી જાય છે તો આપણે તેને જેમ બને તેમ ઝડપથી સાફ કરવા માટે દોડીએ છીએ અને ત્યાં સુધી બેચેન રહીએ છીએ, જ્યાં સુધી તે ચહેરો પહેલાં જેવો ના થઇ જાય. તેવામાં એ લોકોની બેચેનીનો અંદાજો લગાવી શકાય છે, જે એસિડ એટેકનો શિકાર બને છે. આજે આ જ કડીમાં એક એવી એસિડ પીડિતા લક્ષ્મી(તસવીરો નીચે સ્લાઇડરમાં)ની જિંદગી પર ચર્ચા કરનારા છે, જેનો ચહેરો તેજાબથી બગાડી તો દીધો પરંતુ તેનાં જુસ્સાને ઉણી આંચ ના આવી. જીહાં, એ પીડિતાનું નામ છે લક્ષ્મી છે, જેણે હુમલા બાદ સમાજમાં પોતાના હકમાં અવાજ ઉઠાવવાની શરૂઆત કરી.

આજે લક્ષ્મી દેશમાં એસિડ એટેકની શિકાર યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ચૂકી છે. જો વાત લક્ષ્મીની થઇ રહી હોય તો એ શખ્સને કેવી રીતે ભુલી શકાય છે, જેણે લક્ષ્મીની અંદર જીવવાનો જુસ્સો ભરી દીધો અને તેને સમાજમાં એક પ્લેટફોર્મ પર લાવી. માત્ર લક્ષ્મીની અંદર જ નહીં પરંતુ એ તમામ એસિડ એટેક પીડિતોની અંદર એ યુવકે તેમાં દમ ભર્યો જેનાથી તેઓ પોતાના અવાજને બુલંદ કરી શકે. આ વ્યક્તિએ ખરાબ દુનિયમાં નિઃસ્વાર્થ અને પવિત્ર પ્રેમની એક નવી પરિભાષા પણ લખી. સરકારી નોકરી છોડીને એસિડ એટેક પીડિતાઓ માટે અભિયાન(http://www.stopacidattacks.org/) ચલાવનારા આ શખ્સનું નામ આલોક દીક્ષિત છે. તો ચાલો આજે તમને લક્ષ્મી અને આલોકની જિંદગીના એ પહેલુંઓ સાથે રુબરુ કરાવીશું, જે આ બન્નેએ વન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન શેર કરી.

એ દર્દનાક પળને યાદ કરી કાંપી ઉઠે છે લક્ષ્મી

સુરજ તો એ દિવસે પણ રોશની લઇને નિકળ્યા હતા, પરંતુ લક્ષ્મીની જિંદગીમાં અંધારુ કરી દીધું. આ દર્દનાક સવારની ભયાવહ કહાણી જણાવતા લક્ષ્મી કાંપી ઉઠી. લક્ષ્મીએ જણાવ્યું કે, વાત 2005ની છે, જ્યારે તેની ઉમર 15 વર્ષ હતી અને તે 7મા ધોરણમાં ભણતી હતી. તેની ઉમર કરતા બમણી ઉમરના (32 વર્ષ)ની એક વ્યક્તિએ તેને લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો. લક્ષ્મીએ તેનો ઇન્કાર કર્યો. લક્ષ્મીએ જણાવ્યું કે 22 એપ્રિલ 2005ની સવારે લગભગ 10.45 વાગ્યે તે દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં ખાન માર્કેટમાં એક બુક સ્ટોર પર જઇ રહી હતી કે એ યુવક પોતાના નાના ભાઇની ગર્લફ્રેન્ડ સાથે આવ્યા અને તેને ધક્કો આપ્યો. ધક્કો આપતા જ લક્ષ્મી રસ્તા પર પડી ગઇ અને એ યુવક પર તેડાબ ફેંકી દીધો.

લક્ષ્મીએ જણાવ્યું કે, ભગવાનનો આભાર છે કે મે એ હુમલાની ગંભીરતા સમજી પોતાની આંખોને તુરંત બંધ કરી દીધી હતી, જેના કારણે મારી આંખો બચી ગઇ અને આજે હું તમને લોકોને જોઇ શકું છુ અને સમજી રહી છું. તેમણે જણાવ્યુ કે પહેલા તો મને ઠંડુ લાગ્યું પરંતુ મારુ શરીર ઝડપથી સળગવા લાગ્યું હતું. થોડીક જ સેકન્ડમાં મારા ચહેરા અને કાનના ભાગમાંથી માંસ સળગીને જમીન પર પડવા લાગ્યો, એસિડ ઘણું જ તેજ હતુ, જેના કારણે ચામડી સાથોસાથ મારા હાંડકા પણ ઓળગવાનું શરૂ થઇ ગયુ હતુ. લક્ષ્મીએ જણાવ્યુ કે તે 2 મહિનાથી વધુ સમય સુધી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ રહી. હોસ્પિટલથી નિકળ્યા બાદ ઘરની અંદર જ્યારે તેણે અરીસો જોયો તો તેને અહેસાસ થયો કે તેનું જીવન બરબાદ થઇ ગયું છે.

આલોકે સવારી લક્ષ્મીની જિંદગી

લક્ષ્મીએ જણાવ્યું કે લાંબા સમય સુધી પુરુષો પ્રત્યે નફરત રહી, તેણે જણાવ્યું કે પ્યાર નામના શબ્દથી તેને ભય લાગવા હતો. હું પ્રેમભર્યા ગીતો ગાયા કરતી હતી, પરંતુ તે શબ્દો મારા માટે ખોખલા થઇ ગયા હતા. આવો નજરિયો ત્યાં સુધી રહ્યો, જ્યાં સુધી તે આલોક દીક્ષિતને મળી હતી. આલોક દીક્ષિત કાનપુરના રહેવાસી છે અને પત્રકાર રહી ચૂક્યા છે. તેમની મુલાકાત લક્ષ્મીની તેજાબ હુમલો રોકવાના એક અભિયાન દરમિયાન થઇ અને પછી તેમને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. હવે આ બન્ને દિલ્હી પાસે એક વિસ્તારમાં રહે છે અને પોતાની નાની ઓફીસમાં મળીને તેજાબના હુમલા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે.

તેમનું આ અભિયાન તેજાબ હુમલાથી લગભગ 50 ટકા જેટલી થઇ છે. લક્ષ્મી આ અભિયાનનો ચહેરો છે, જે એસિડ એટેક પીડિતોની મદદથી આર્થિક સહાયતા અપાવે છે. લક્ષ્મીનું કહેવું છે કે આલોક તેમના માટે તાજી હવા સમાન હતા. લક્ષ્મીનું કહેવું છે કે, હું ઘણી ગભરામણ અનુભી રહી હતી અને મે અનુભવ કર્યો કે મારી સાથે આ બોજને સહન કરવા માટે તૈયાર છે. આલોકની ઉમર 25 વર્ષની છે અને તે નોકરી છોડીને આ અભિયાનમાં જોડાયો છે. તે કહે છે કે સન્માન અને એક સાથે રહેવાની ભાવના પ્રેમમાં મહેકે છે. લક્ષ્મી અંગે આલોકનું કહેવું છે કે તે તેમનો સન્માન કરે છે. આલોક દીક્ષિત જણાવે છે કે લક્ષ્મીએ બીજી પીડિત મહિલાઓને ફણ આત્મવિશ્વાસ આપ્યો છે, જે તેમને આશાની કિરણ તરીકે લાગે છે. લક્ષ્મીએ આ મહિલાઓને ઘરની બહાર નિકળવાની શક્તિ આપે છે.

સાથે રહીશુ પણ લગ્ન નહીં કરે

લક્ષ્મી કહે છે કે આલોક તેમના પ્રિન્સ ચાર્મિંગ છે. એક પ્રશ્ન જે અવાર નવાર બન્નેને પૂછવામાં આવે છે કે લક્ષ્મી અને આલોકને પૂછવામાં આવે છે કે, શું બન્ને લગ્ન કરશે? આ પ્રશ્નના જવાબમાં આલોક કહે છે કે, અમે સાથે રહીશુ પરંતુ લગ્ન નહીં કરીએ. અમે સામાજિક પ્રતિબંધો વિરુદ્ધ લડી રહ્યાં છીએ, પછી તે લગ્ન હોય કે આપણા સમાજમાં મહિલા સાથે થતા વર્તન. અમે જાતે કેવી રીતે તેનો હિસ્સો બની શકીએ છીએ? થોડાક દિવસ પહેલા આલોકે પોતાની આ વાતને ફેસબુક પોસ્ટ પર પણ લખીની સ્પષ્ટ કરી દીધી હતી. જો કે લક્ષ્મીને વિશ્વાસ છે કે કોઇને કોઇ દિવસે તે લગ્નના બંધનમાં બંધાશે.

ગયા વર્ષે તેમના તરફથી દાખલ કરવામાં આવેલી સુપ્રિમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા કે તે તેજાબના વેચાણ માટે નીતિ તૈયાર કરે. લક્ષ્મી કહે છે કે હું તેજાબ હુમલાની અન્ય પીડિતાઓના સંપર્કમાં આવી. મે વિચાર્યુ કે આ સારું નથી કે તેજાબ ગમે તે સ્થળે મળી રહ્યું છે. કોઇ પણ તેને ખરીદી શકે છે. તેનાથી મહિલાઓ માટે ખતરો પેદા થાય છે. હવે આલોક દીક્ષિત અને અન્ય કાર્યકર્તાઓ સાથે મળીને લક્ષ્મીએ લોકોમાં જાગરુકતા પૈદા કરવા માટે એક અભિયાન(સ્ટોપ એસિડ એટેક http://www.stopacidattacks.org/) છેડ્યો છે જેથી હુમલાની સ્થિતમાં તે હસ્તક્ષેપ કરી તેનો સારી રીતે હલ લાવી શકે.

જ્યારે શરીર પર તેજાબ પડે છે

જ્યારે શરીરના કોઇ ભાગમાં એસિડ પડે છે, તો તે ભાગની ત્વચાના ટીશૂ નષ્ટ થઇ જાય છે, જેનાથી પહેલા જેવું થવામાં લાંબો સમય લાગે છે અને અનેકવાર તો એ લાયક પણ નથી રહેતા કે ફરીથી એ અવસ્થામાં પરત ફરી શકે. તેની સારવારની પ્રક્રિયા ઘણી ધીમી, લાંબી અને મોંઘી હોય છે. આ ખર્ચનું વહન કરવું સહેલું નથી. આશ્ચર્ય છે કે તેમ છતાં એસિડ એટેકને ગંભીર ગુનાની શ્રેણીમાં નહીં રાખીને આરોપીઓને સાધારણ જામીન પર છોડી દેવામાં આવે છે. સ્ટોપ એસિડ એટેક કેમ્પેન ચલાવનારા આલોક દીક્ષિતે જણાવ્યું કે, આ મામલાને સરકાર જો ગંભીરતાથી લે તો કદાચ વારદાતો ઓછી થઇ શકે છે.

લક્ષ્મી પહેલા અને હવે

લક્ષ્મી પહેલા અને હવે

એસિડ એટેક, હેવાનિયતનો એક એવો હુમલો છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે, તેમ છતાં પ્રયાસો ચાલું છે.

પુરુષો પ્રત્યે નફરત

પુરુષો પ્રત્યે નફરત

લક્ષ્મીએ જણાવ્યું કે લાંબા સમય સુધી પુરુષોથી નફરત કરતી રહી, પરંતુ આલોકને મળ્યા બાદથી નફરત દૂર થઇ ગઇ.

બદલાઇ ગઇ જિંદગી

બદલાઇ ગઇ જિંદગી

માત્ર નામ બદલાય છે, સ્થળ બદલાય છે અને બદલાઇ જાય છે માસુમની જિદંગી જે ક્યારેય સુધરતી નથી.

કાનપુરના છે આલોક

કાનપુરના છે આલોક

આલોક દીક્ષિત કાનપુરના રહેવાસી છે અને પત્રકાર રહી ચૂક્યા છે. તેમની મુલાકાત લક્ષ્મી સાથે એસિડ એટેક રોકવા માટેની એક અભિયાન દરમિયાન થઇ અને પછી બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો.

વધી રહી છે તેજાબ હુમલાની ઘટનાઓ

વધી રહી છે તેજાબ હુમલાની ઘટનાઓ

થોડુક તેજાબ કોઇપણ માથાભારે થવા દિવાનાઓને એટલી શક્તિ આપી દે છે કે તે કોઇપણ માસુમની જિંદગી તબાહ કરી દે છે. તેના સ્વપ્ન રાખ કરી નાખે છે.

પ્રેમના ગીત

પ્રેમના ગીત

હું પ્રેમ ભર્યા ગીત ગાયા કરતી હતી, પરંતુ એ શબ્દ મારા માટે ખોખલા થઇ ગયા, આ દ્રષ્ટિ ત્યારે બદલાઇ જ્યારે તે આલોક દીક્ષિતને મળી નહોતી.

એસિડ એટેક પીડિતા લક્ષ્મી

એસિડ એટેક પીડિતા લક્ષ્મી

આ ભયાવહ ઘટના જાહેરમાં થઇ હતી, તો શું આમ આદમીને એ સંદેશ નથી જતો કે આ ગુનાની સજા પણ ઓછી ના થવી જોઇએ.

પ્રેમ મિત્રોનો પણ

પ્રેમ મિત્રોનો પણ

આ સાથે જે પીડિતા છે તેને તુરત મદદ મળવી જોઇએ મદદ પણ એટલી મળવી જોઇએ કે તે માત્ર પોતાની સારવાર જ ના કરાવી શકે પરંતુ તેની જિંદગી સારી રીતે જીવી શકે.

ક્યારે બદલાશે સમાજ

ક્યારે બદલાશે સમાજ

આખરે એક જ પ્રશ્ન બધાની સામે આવે છે, સમાજ ક્યારે બદલાશે, આ હુમલા માટે જવાબદાર કોણ, સરકાર, સમાજ કે પછી આપણે બધા?

ભગવાનનો આભાર

ભગવાનનો આભાર

ભગવાનનો આભાર છે કે મે એ હુમલાની ગંભીરતા સમજી પોતાની આંખોને તુરંત બંધ કરી દીધી હતી, જેના કારણે મારી આંખો બચી ગઇ અને આજે હું તમને લોકોને જોઇ શકું છુ અને સમજી રહી છું.

English summary
Story of acid attack victim Laxmi of Delhi. She is now in relationship with Alok Dixit. Both are now fighting against this gruesome crime act.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.