પીએમની રેલી પાસે વિદ્યાર્થીઓએ વેચ્યા 'મોદી પકોડા', પોલીસે કરી અટકાયત, જુઓ Video

પીએમની રેલી પાસે 'એન્જીનિયરિંગ અને લૉ-ગ્રેજ્યુએટ' વેચી રહ્યા હતા 'મોદી પકોડા', પોલીસે કરી અટકાયત

ચંદીગઢઃ પીએમ મોદીની રેલી નજીક વિદ્યાર્થીઓએ મંગળવારે અનોખી રીતે પ્રદર્શન કર્યું. આ વિદ્યાર્થીઓ કાળા રંગના પોતાના લૉ કોલેજના યૂનિફોર્મમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને 'મોદી પકોડા' વેચી રહ્યાહતા. જે બાદ 12 વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે રેલી ખતમ થયા બાદ આ બધા જ વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. પાછલા વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લોકો પકોડા વેચીને એક દિવસમાં 200 રૂપિયા કમાઈ રહ્યા છે તેને રોજગારી માની શકાય છે, રેલી સ્થળની બાજુમાં પ્રદર્શનકારિઓએ કહ્યું કે, "અમે પકોડા યોજના અંતર્ગત નવું રોજગાર આપવા માટે પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. અમે પીએમ મોદીની રેલીમાં પકોડા વેચવા માંગીએ છીએ જેનાથી જાણી શકીએ કે ભણેલા-ગણેલા યુવાનો માટે પકોડા વેચવા કેટલું મહાન છે."

protest

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી પકોડા વેચી રહ્યા છે. વિદ્યાર્થીઓદ્વાા એન્જીનિયર્સના પકોડા અને બીએ-એલએલબી પકોડા વેચવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પકોડાવાળા નિવેદનની વિપક્ષે ભારે નિંદા કરી હતી અને તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ બહુ દુખદાયક વાત છે કે પીએમ મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજનાઓની વાત કરે છે અને દેશના યુવાઓને પકોડા વેચવાની સલાહ આપે છે.

આરજેડી નેતા તેજસ્વી યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો દરેક નાગરિક પકોડા વેચવા લાગે તો તેને ખાશે કોણ. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, 'ભીખ માંગવી પણ એક પ્રકારની બેરોજગારી છે.' 2019ના શરૂઆતમાં એક રિપોર્ટ સામે આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા છે જે 1970 બાદ ચરમ સીમા પર છે. ગત મહિના આવેલ એક નવો રિપોર્ટ સામે આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે પીએમના નોટબંધીના ફેસલા બાદ અત્યાર સુધી 50 લાખ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. જણાવી દઈએ કે ચંદીગઢમાં 19 મેના રોજ મતદાન છે અને કોંગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલ વિરુદ્ધ ભાજપ તરફથી કિરણ ખેર લડી રહ્યા છે. 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થનાર છે.

આ પણ વાંચો- લેફ્ટની હિંસામાંથી બહાર નીકળીને આવ્યાં હતાં મમદા, બંગાળમાં રાજ બદલ્યું ખૂની ખેલ નહિ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X