For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 18 કલાકમાં 5મી શ્રેણીમાં પહોંચી ગયું સુપર સાઈક્લોન અમ્ફાન, ભારે તબાહી મચાવી શકે

માત્ર 18 કલાકમાં 5મી શ્રેણીમાં પહોંચી ગયું સુપર સાઈક્લોન અમ્ફાન, ભારે તબાહી મચાવી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમ્ફાન સુપર સાઈક્લોન 1999 બાદથી બંગાળની ખાડીમાં ઓરિસ્સાના અત્યાર સુધીના સૌથી ખતરનાક તોફાન તરીકે સામે આવ્યું છે.આ તોફાન પશ્ચિમ બંગાળના તટ પર પહોંચી ગયું છે અને આજે સવારે ઘણો તેજ વરસાદ અને આંધી તોફાન પણ આવ્યો. હવામાન વિભાગ મુજબ આ તોફા હવે પહેલી શ્રેણીથી પાંચમી શ્રેણીમાં પહોંચી ગયું છે, મહત્વી વાત એ છે કે માત્ર 18 કલાકમાં આ તોફાન પહેલેથી પાંચમી શ્રેણીમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સુપર સાઈક્લોન તરીકે તેની હવાની ગતિ 200 કિમી પ્રતિ કલાકથી 240 કિમી પ્રતિ કલાક સુધીની છે. પરંતુ જ્યારે આ પશ્ચિમ બંગાળના તટ પર પહોંચ્યું તો તેની ગતિ 165-185 કિમી પ્રતિ કલાક હતી. જે આ ક્ષેત્રમાં ઘણી તબાહી મચાવી શકે છે, મોટા સ્તરે નુકસાન પહોંચાડી શકે છે.

અમ્ફાન તબાહી મચાવી શકે

અમ્ફાન તબાહી મચાવી શકે

પશ્ચિમી મધ્ય બંગાળની ખાડીની ઉપરથી થતા આ બંગાળ અને ઓરિસ્સાના તટ પર પહોંચી ચૂક્યું છે અને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ ચૂક્યું છે. જેને લઈ આજ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે, આ તોફાન આજ ભારે તબાહી મચાવી શક છે, જેને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે. તોફાનને પગલે આજે ભારે તબાહીની આશંકા છે, બંગાળ અને ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં આજે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ અમ્ફાન તોફાનને જોતા આસામ સરકારે પણ અલર્ટ જાહેર કરી દીધું છે.

લાખો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા

લાખો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા

ઓરિસ્સાના પ્રભાવિત 13 જિલ્લાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, ચક્રવાતના કારણે આ રાજ્યોમાં તેજ ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાત ઓરિસ્સાના પારાદીપથી લગભગ 520 કિમી દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળના દીઘાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણી પશ્ચિમમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત છે. આ ગતિ સાથે ઉત્તર-ઉત્તરી પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

પુખ્ત તૈયારી

પુખ્ત તૈયારી

અમ્ફાનથી નિપટવા માટે રાજ્યોની સાથો સાથ રાષ્ટ્રીય સ્તરે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ હાઈઅલર્ટ છે, એનડીઆરએફ ચીફ એસ એન પ્રધાન મંગળવાર પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે આપણે બેવડી આપદાથી લડી રહ્યા છે, આ સમય આપણા માટે ઘણો પડકારજનક છે, જો જરૂરત પડશે તો તરત જ એરફોર્સના વિમાનથી ટીમોને પ્રભાવિત જગ્યા લાવવામાં આવશે જ્યાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી જણાવ્યું કે રાજ્યમાં અમ્ફાન ચક્રવાત નજીક પહોંચતા પહેલા 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

Cyclone Amphan: ઓરિસ્સાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ભૂસ્ખલનની આશંકાCyclone Amphan: ઓરિસ્સાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ભૂસ્ખલનની આશંકા

English summary
Super cyclone Amphan grows to category 5 within 18 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X