For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘તાજમહેલને સંરક્ષણ આપો અથવા ધ્વસ્ત કરો': સુપ્રિમ કોર્ટ

તાજમહેલની આસપાસ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરતા બુધવારે સુપ્રિમ કોર્ટે યુપી સરકાર અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી.

|
Google Oneindia Gujarati News

તાજમહેલની આસપાસ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરતા બુધવારે સુપ્રિમ કોર્ટે યુપી સરકાર અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે તાજને બચાવવાની વાત કરવી બહુ જ નિરાશાજનક છે. હવે આ ઐતિહાસિક ઈમારતને પ્રદૂષણથી બચાવવા મામલે સુપ્રિમ કોર્ટ 31 જુલાઈથી રોજિંદી સુનાવણી કરશે. કોર્ટે આગ્રાના તાજમહેલની આસપાસ પ્રદૂષણના સ્ત્રોત જાણવા માટે એક વિશેષ સમિતિની રચનાનો આદેશ આપ્યો અને તેને રોકવાના ઉપાયો માટે સૂચનો આપ્યા.

tajmahal

કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યુ કે તાજમહેલને સંરક્ષણ આપો અથવા બંધ કરી દો અથવા ધ્વસ્ત કરી દો. એફિલ ટાવર જોવા માટે 80 મિલિયન લોકો આવે છે જ્યારે તાજને જોવા મિલિયન. સરકાર તાજ અંગે ગંભીર નથી અને તેની કાળજી લેતા નથી. સરકારે તાજ માટે બેજવાબદાર વલણ અપનાવ્યુ છે.

સુપ્રિમ કોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે સરકારે સ્ટેન્ડીંગ કમિટિના રિપોર્ટને નજરઅંદાજ કર્યો છે. સુપ્રિમ કોર્ટે યુપી સરકારને પૂછ્યુ છે કે તાજમહેલની આસપાસ ઉદ્યોગો વધારવા માટે અનુમતિ કેમ આપવામાં આવી? કોર્ટે કહ્યુ કે પેરિસના એફિલ ટાવરથી શીખો કે ઐતિહાસિક ઈમારતોને કેવી રીતે સંભાળીને રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે આગ્રામાં ગયા 30 વર્ષોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઝડપથી વધ્યુ છે. મે 2018 માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા અપાયેલ વાયુ પ્રદૂષણ ડેટાબેઝથી માલૂમ પડ્યુ કે આગ્રા સૌથી ખરાબ હવા મામલે આઠમાં સ્થાન પર છે.

English summary
supreme court asks is government serious about protecting taj mahal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X