For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારની જાતિના આધારે વસ્તી ગણતરીને લઈને અરજી દાખલ, સુપ્રીમ કોર્ટ તત્કાલ સુનાવણી માટે તૈયાર

બિહારમાં જાતિ આધારે વસ્તી ગણતરીને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર તત્કાલ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

બિહારના રાજકીય દળો લાંબા સમયથી કેન્દ્રને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બિહાર સરકારે એક મહત્વનો નિર્ણય કરીને જાતિના આધારે મતગણતરીને મંજૂરી આપી દીધી. આ અધિસૂચનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સાથે જ અરજીકર્તાએ આને મહત્વનુ ગણાવીને તત્કાલ સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે માની લીધી છે. હવે આ મામલે 13 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે.

SC

અરજદારનો આરોપ છે કે બિહાર સરકાર દ્વારા 6 જૂન, 2022ના રોજ જાતિ આધાર વસ્તી ગણતરી અંગે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન કલમ 14નુ ઉલ્લંઘન કરે છે. જેમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની જોગવાઈ છે. આવી સ્થિતિમાં તેમણે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેમજ આ નોટિફિકેશન રદ કરવા અને તેના પર થઈ રહેલી કાર્યવાહી રોકવા માંગ કરી છે. આ મામલાને મહત્વપૂર્ણ ગણીને સુપ્રીમ કોર્ટે તેને વહેલી સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. જેની સુનાવણી 13 જાન્યુઆરીએ થશે.

બિહારના સીએમ નીતિશ કુમારનુ કહેવુ છે કે લોકોની પ્રગતિ અને તેમના આર્થિક વિકાસ માટે જાતિ સર્વેક્ષણ જરૂરી છે. જ્યારે રાજ્યમાં તમામ જાતિ અને ધર્મની સ્થિતિ મજબૂત હશે તો જ તે આગળ વધશે. બિહાર આગળ વધશે તો દેશ પણ આગળ વધશે. બિહારમાં જાતિ સર્વેક્ષણ શરૂ થયુ ત્યારે રાજદે તેને ઐતિહાસિક ગણાવ્યુ હતુ. આ બાબતે તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે લાલુ યાદવ પહેલાથી જ આ અંગે માંગ કરી રહ્યા હતા. જેના માટે અમે પણ રસ્તા પર ઉતર્યા હતા અને મનમોહનજીની સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી સર્વે પણ કરાવ્યો હતો પરંતુ ભાજપે તેનો ડેટા ભ્રષ્ટ જાહેર કર્યો હતો. ભાજપ ગરીબ વિરોધી છે તેથી જ તે આનો વિરોધ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે 2011માં મનમોહન સિંહ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. જેનો રિપોર્ટ 2014-15માં આવ્યો હતો પરંતુ કેન્દ્રએ ટેકનિકલ ખામીઓને ટાંકીને તેને બહાર પાડ્યો નહોતો. જેના કારણે હવે બિહાર સરકારે આ પગલુ લીધુ છે.

English summary
Supreme Court urgent hearing petition challenging Bihar caste-based census
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X