For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરિયાત લોકો માટે ખુશખબર, બોસ હવે પરેશાન નહીં કરે

દેશભરમાં નોકરી કરતા લોકો ઓફિસ પછી પણ ઓફિસ કામ માટે ફોન પર વ્યસ્ત રહેતા જોવા મળે છે

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નોકરી કરતા લોકો ઓફિસ પછી પણ ઓફિસ કામ માટે ફોન પર વ્યસ્ત રહેતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ક્યારેક તેઓ ઘરે બેઠા બેઠા મેલ પણ કરતા રહે છે. તેને કારણે તેમના અંગત જીવન પર તેનો પ્રભાવ પણ પડે છે અને તેઓ પોતાના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા. આવી સ્થિતિમાં લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજુ કર્યું છે.

supriya sule

આ બિલ વિશે જાણીને બધા જ નોકરિયાત લોકો ખુશ થઇ જશે. ખરેખર આ બિલ અનુસાર જો એકવાર તમારા નોકરીમાં કલાક પુરા થઇ જાય ત્યારે તમારો પૂરો અધિકાર છે કે તમે ઓફિસના કોઈ પણ કોલ અથવા ઈમેલનો જવાબ ના આપો.

આ પણ વાંચો: ઘર ખરીદદારોને મોટી ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર

રાઈટ ટુ ડિસ્કનેક્ટ નથી આ બિલ એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના તણાવને ઓછો કરી શકાય. જેને કારણે કર્મચારીના ઓફિસ અને અંગત જીવન વચ્ચેનો તણાવ ઓછો થઇ જાય. આપને જણાવી દઈએ કે ફક્ત ભારત જ નહીં પરંતુ ઘણા બધા દેશોમાં આ પ્રકારના બિલ અંગે ચર્ચા થઇ રહી છે. ફ્રાન્સ, ન્યુયોર્ક અને જર્મનીમાં તેને રજુ કરવામાં આવ્યું. આ વિધેયક 28 ડિસેમ્બરે રજુ કરવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું કે તેમાં કર્મચારી કલ્યાણ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાધિકરની અંદર આઇટી, લેબર મંત્રી, અને કમ્યુનિકેશન શામિલ હશે.

આ પણ વાંચો: EPFO વ્યાજદરમાં વધારો કરી શકે છે, 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને આ મહિનાથી લાભ થશે

English summary
supriya sule brings private members bill to allow employees for not attending calls and mails after office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X