For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિને જીતાડી એટલા માટે સુરેન્દ્રની હત્યા કરવામાં આવી

બારોલીયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની 25 મેં રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર માટે 26 મેં દરમિયાન સ્મૃતિ ઈરાની પણ અમેઠી પહોંચી હતી.

|
Google Oneindia Gujarati News

બારોલીયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની 25 મેં રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર માટે 26 મેં દરમિયાન સ્મૃતિ ઈરાની પણ અમેઠી પહોંચી હતી. તેમને સુરેન્દ્રની અર્થીને કાંધ પણ આપી હતી. સ્મૃતિએ દોષીઓને સખત સજા આપવાની વાત પણ કહી. સુરેન્દ્રની પત્ની રુક્મણિ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ રાજનૈતિક લડાઈ હતી. તેમને ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને જીતવામાં મદદ કરી, જેને કારણે તેમની હત્યા કરવામાં આવી છે. રુક્મણિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્મૃતિ ઈરાનીએ તેમને અને તેમના પરિવારને સુરક્ષા અને મદદ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો: અમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક

દોષીઓને મૌતની સજાની શપથ

દોષીઓને મૌતની સજાની શપથ

ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં સ્મૃતિ ઇરાનીની નજીકના ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમના અંતિમ સંસ્કાર માટે 26 મેં દરમિયાન સ્મૃતિ ઈરાની પણ અમેઠી પહોંચી હતી. તેમને સુરેન્દ્રની અર્થીને કાંધ પણ આપી હતી. સ્મૃતિએ દોષીઓને સખત સજા આપવાની વાત પણ કહી. સુરેન્દ્ર સિંહના દીકરા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની જીતને કારણે કેટલાક કોંગ્રેસ સમર્થકોને સારું નથી લાગ્યું. અમને આ હત્યા પાછળ કેટલાક લોકો પર શંકા છે.

અમેઠીને ડરાવવા માટે સુરેન્દ્ર સિંહની હત્યા કરાવવામાં આવી

અમેઠીને ડરાવવા માટે સુરેન્દ્ર સિંહની હત્યા કરાવવામાં આવી

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠીને ડરાવવા માટે સુરેન્દ્ર સિંહની હત્યા કરાવવામાં આવી, જેથી અમેઠી ડરે, અમેઠી ઝુકે. ભાજપનો 11 કરોડનો પરિવાર સુરેન્દ્ર સિંહના પરિવાર સાથે છે. દોષીઓને સખત સજા આપવામાં આવશે. જેને ગોળી ચાલી અને જેને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો તેમને ફાંસી સુધી પહોંચાડવા માટે જરૂર પડી તો સુપ્રીમ કોર્ટ સુધી જઇશુ.

કોંગ્રેસ નેતા સહીત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા

કોંગ્રેસ નેતા સહીત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા

આ મામલે સુરેન્દ્ર સિંહના ભાઈ નરેન્દ્ર બહાદુર ઘ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એફઆઇઆરમાં સંસદી અને ગ્રામ પ્રધાન ચૂંટણીમાં જૂની દુશ્મનીનો ઉલ્લેખ છે. પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. એક આરોપી બીસીડી રામચંદ્ર કોંગ્રેસ નેતા છે. તેમની સાથે ધર્મનાથ ગુપ્તા, નસીર, વસીમ અને ગોળી નામજદ છે.

English summary
Surendra Singh was killed because he helped smriti irani to win election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X